Back

અરવલ્લી માં નકલી પોલીસ બનવું ભારે પડ્યું બે વ્યક્તિઓની ધરપકડ

અહેવાલ 

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાપન ની સ્થિતિ કથરાઈ રહી છે ત્યારે મોડાસામાં પોલીસ તરીકે નો રોફ મારી એક યુવતીનું અપહરણ કરનાર બે વ્યક્તિઓ ને ઝડપી પડ્યા છે બંને વ્યકતિઓ પોલીસ હોવાનું જણાવી પોલીસસ્ટેશન લયી જવાનુ કહી બાઈક પર બેસાડી એકાંત જગ્યાએ લઇ ગયા હતા. ત્યા યુવતી જોડે છેડતી કરી બિભસ્ત માગણી કરવામાં આવી હતી 

આ મામલે યુવતીની ફરિયાદ ને આધારે પોલીસે મોડાસામાં રહેતા નકલી પોલીસ ને પકડી પાડી બંને સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ની એક યુવતી નું મોડાસાના બે વ્યક્તિઓ એ પોલીસની ઓરખ આપી અપહરણ કર્યું હતું. તેના મિત્ર સાથે યુવતી પસાર થયી રહી હતી ત્યારે સાનુ મલેક અને રાજુ કટકટ નામના બે વ્યક્તિઓ બાઈક લઈ આવી પોહચ્યાં હતા.આ બન્ને વ્યક્તિઓ પોલીસ હોવાનું જણાવી ક્યાં ફરો છો તેવી ધમકીઓ આપી હતી અને યુવકને ભગાડી મૂકી યુવતીને કહેલું કે પોલીસસ્ટેશન આવુ પડશે તેમ કહી યુવતીને બાઈક પર બેસાડી બન્ને યુવકો એકાંત જગ્યા એ લઈ  ગયા હતા અને યુવતી સાથે છેડતી કરી બીભત્સ  માગણી કરી હતી તે અંગે યુવતીએ મોડાસા ટાઉન પોલીસ મથક મા ફરિયાદ નોંધાવી હતી જેના  પગલે  પોલીસે  બન્ને  વ્યક્તિઓ સામે  ગુન્હો નોંધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી. 

માલપુર : હિતેન્દ્રકુમાર એમ પટેલ (વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર )