Back

સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા કલેકટરને રજૂઆત.

ગુજરાત સરકાર દ્વારા ઓનલાઈન સ્ટેમ્પ પેપરની જોગવાઈ લાગુ કરેલી તેમાં અમલમાં ગુચ પેદા થયેલ છે. સામાન્ય અને નાના માણસો ને રૂપિયા પચાસ અને સોના સ્ટેમ્પ પેપર મેળવવા લાંબી લાઇન માં ઊભા રેહવું પડે છે. અને પોતાના કામ ધંધા છોડી, સમય વેડફાય છે. અને ત્યાં અવ્યવસ્થા નું વાતાવરણ ઊભું થયેલ છે. જેને નિવારવા કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક ધોરણે થાય એવી લોકોવતી માંગણી થઈ રહી છે. તેમ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ કાંતિલાલ ડી. પડસુંબિયાએ રજૂઆત કરતાં કલેકટરને જણાવ્યુ છે.

વધુમાં જણાવેલ કે, આનો તાત્કાલિક ઉપાય કરી નિયમો લાગુ કરી લોકોની વ્યવસ્થા નહીં જળવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..