Back

મોરબીમાં જાગૃત મહિલા ગ્રૂપ દ્વારા વુમન બિઝનેસ મેલા ભાગ ૨ નું ભવ્ય આયોજન

જાગૃતમહીલા ગ્રુપ મોરબી દ્વારા બહેનો માટેની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે સમાજમાં જાગૃતતા આવે અને એક તંદુરસ્ત  અને શિસ્તબદ્ધ સમાજ નું નિર્માણ થાય તેવી પ્રવૃત્તિઓ આગ્રૂપમાં રહેલી ચારસો થી વધુ બહેનો દ્વારા થઈ રહી છે જેના અનુસંધાને ઘેર રહીને કુટુંબને મદદરૂપ થવા કે શોખથી ચીજ વસ્તુઓ કે કપડાં જેવી વસ્તુઓ નું વેચાણ કરતી ગ્રુપની બહેનો ને એક નવો અનુભવ મળે અને લોકોને સારી અને સસ્તી વસ્તુઓ મળે તે હેતુથી છ મહિના પહેલા પ્રથમજ વખત વુમન બિઝનેસ મેલા નું આયોજન કરેલું જેને જોરદાર સફળતા મળેલી તેથી આગામી દિવાળીના તહેવારો ને અનુલક્ષીને તારીખ ૨૦ ને રવિવારના રોજ વુમન બિઝનેસ મેલા ભાગ ૨ નું ભવ્ય આયોજન નગરપાલિકા કૉમ્યુનિટી હોલ બ્રહ્માકુમારી સેન્ટર ની બાજુમાં સરદારબાગ પાછળ કાયાંજી પ્લોટ મોરબી ખાતે સવારે નવ થી રાત્રી ના આઠ વાગ્યા સુધી  કરવામાં આવ્યું છે જેમાં ખાણી પીણી જવેલરી કપડાં ઘેર બનાવેલ પાપડ અથાણાં ઘરવપરાશ ની ચીજ વસ્તુઓ સાડી કુર્તી ડ્રેસ બ્રાન્ડેડ બેબી પ્રોડક્ટ્સ સેનેટરી પેડ્સ વિગેરે વસ્તુઓ નાં પચાસ થી વધારે સ્ટોલ રાખવમાં આવ્યા છે આ વુમન બિઝનેસ મેલા નું સંચાલન ફક્ત બહેનો દ્વાર કરવામાં આવશે તેમજ પ્રવેશ પણ ફક્ત બહેનો નેજ આપવામાં આવશે તો સમગ્ર મોરબી જિલ્લાની બહેનો ને આ વુમન બિઝનેસ મેલા ની મુલાકાત લઈ બહેનો ને પ્રોત્સાહિત કરવા જાગૃત મહિલા ગ્રૂપ દ્વારા જણાવવા માં આવ્યું છે

અંતમાં સ્વચ્છ મોરબી અભિયાન ના ભાગરૂપે ખરીદી માટે આવનાર બહેનોએ કાપડની થેલી સાથે લાવવા જાગૃત મહિલા ગ્રુપની બહેનોએ ખાસ વિનંતી કરેલ છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..