Back

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત

બિન સચિવાલય કલાર્કની પરીક્ષામાં ભારે વિવાદ થયા બાદ અંતે ગુજરાત સરકાર દ્રારા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે ધોરણ ૧૨ પાસ યુવાનોમાં હરખ છવાયા છે. નીતિન પટેલે જાહેરાત કરી છે કે, ધોરણ ૧૨ અને ગ્રેજ્યુએટ તમામ યુવાનો પરિક્ષા આપી શકશે. ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યભરમાં વિરોધ શરૂ થતાં સરકારે ઝૂકવું પડ્યું છે. હવે રદ થયેલી પરીક્ષાની નવી તારીખ સરકારે જાહેર કરી છે. રૂપાણી સરકારના આ નિર્ણયનો ભાજપમાં જ વિરોધ શરૂ થવાની સાથે ૧૦ લાખ પરિવારો સાથે જોડાયેલો આ નિર્ણય હોવાથી સંવેદનશીલ સરકારને નામે સરકારે આ અગાઉ જાહેર કરેલો નિર્ણય પણ રદ કરી દીધો છે. પેટા ચૂંટણી સમયે જ રાજ્યભરમાં વિરોધ શરૂ થતાં સરકારે પીછેહઠ કરી લીધી છે. જેમાં સૌથી મોટો ફાયદો ઉમેદવારોને થયો છે.

વિદ્યાર્થીઓના વિરોધની આગળ આખરે ગુજરાત સરકારે ઝુકવું પડ્યું છે. 20 ઓક્ટોબરે લેવાનારી બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધા બાદ આજ ડે. સીએમ નીતિન પટેલે આ પરીક્ષા આગામી ૧૭ નવેમ્બરે લેવામાં આવશે. ફોર્મ ભર્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..