Back

સરકારની વિવિધ યોજનાઓ ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ

નવી સીએનજી રીક્ષા ખરીદ કરીને સ્વરોજગાર થકી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવી રહયોં છું- કાંતિલાલ મકવાણા

દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવીકા મીશન અંતર્ગત મોરબીના કાંતિલાલ મકવાણાને ખાનગી લોનની સરખામણીએ ૭૦ થી ૮૦ હજારનો ફાયદો થયો સબસીડી આપીને સરકારે મોટો ઉપકાર કર્યો છે- કાંતિલાલ મકવાણા


દીનદયાળ અંત્યોદય યોજનારાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ વ્યક્તિગત ધંધા/વ્યવસાય ના ઉત્કર્ષ માટે અરજી કરનાર મોરબીના રહીશ કાંતિલાલ અમરશીભાઇ મકવાણાનું જીવન પરિવર્તન થઇ રહ્યું છે. શહેરી ગરીબ પરિવારના લોકોને સ્વરોજગાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત અનેક પ્રકારના લાભો આપવામાં આવી રહ્યા છે તે અંતર્ગત દીનદયાળ અંત્યોદય યોજનામાં મોરબીના કાંતિલાલ અમરશીભાઇ મકવાણાએ પણ નવી રીક્ષાની ખરીદી માટે અરજી કરી હતી જેમાં તેઓને સબસીડીની રાહત વાળી લોન મંજૂર થતાં તેઓએ નવી સી.એન.જી. રીક્ષા ખરીદ કરી છે.

         મોરબીના ચામુંડા નગર વિસ્તારમાં રહેતા કાંતિલાલ અમરશીભાઇ મકવાણા આ અંગે કહી રહ્યા છે કે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ ગરીબો માટે જે સુવિધાઓ અપાઇ રહી છે તે ગરીબ પરિવારો માટે સંજીવની સાબિત થઇ રહી છે. દીનદયાળ અંત્યોદય યોજનારાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ અરજી કર્યા બાદ નગરપાલિકાની ભલામણથી કોર્પોરેશન બેન્ક દ્વારા  ૪૦ ટકા સબસીડી વાળી લોન આપવામાં આવી હતી. આ લોનથી નવી સીએનજી રીક્ષા ખરીદ કરીને સ્વરોજગાર થકી સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે.   

તેમના અગાઉના રોજગાર વિશે વાત કરતાં કાંતિલાલ મકવાણા જણાવે છે કે પહેલાં તેઓ રીક્ષા જ ચલાવતાં હતા. પરંતુ એ રીક્ષા ખૂબ જ જૂની અને ખખડધજ થઇ ગઇ હોવાથી વારંવાર રિપેરીંગ અને મેઇન્ટેનસ કરવું પડતું હતું. તેથી આવકનો મોટા ભાગનો હિસ્સો રિપેરીંગ ખર્ચમાં જતો હતો. ત્યારે આ યોજનાની જાણકારી મળતા મેં અરજી કરી અને થોડા સમયમાં તો અરજીના અનુસંધાને મારી લોન પણ પાસ થઇ ગઇ. કોર્પોરેશન બેન્ક મારફતે ૧૯૦૫૧૩ રૂપિયાની લોન મંજૂર થઇ અને તેમાં ૪૦ ટકા સબસીડીનો લાભ મળ્યો છે અને તેનાથી નવી રીક્ષાની ખરીદી કરી.

વધુમાં કાંતિલાલ મકવાણા જણાવી રહ્યા છે કે રાજ્ય સરકારની સહાયથી નવી રીક્ષા મળવાથી મારી આવકમાં પણ વધારો થયો છે અને પહેલાં જૂની રીક્ષામાં જે રિપેરીંગ ખર્ચ કરવો પડતો હતો તે શુન્ય થઇ ગયો છે. એટલું જ નહી સબસીડીથી ૪૦ થી ૫૦ હજારનો ફાયદો પણ થયો છે. પ્રાઇવેટ ફાયનાન્સમાં આ લોનનો સંપૂર્ણ ખર્ચ ૨ લાખ ૭૦ હજાર થતો હતો અને ૭૫૦૦નો નીચે કોઇ હપ્તો ન હતો અને તેનું અંતે વ્યાજ ૮૦ હજારનું થતું હતું. આમ સરકારે વ્યાજ સબસીડી વાળી લોન આપીને મારા પર મોટો ઉપકાર કર્યો છે. આ લોન અંતર્ગત રીક્ષા મેળવવા માટે ૨૫ ટકા  પેમેન્ટ ભર્યું છે.

દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવીકા મીશન અંતર્ગત શહેરી બી.પી.એલ. લાભાર્થીઓને ધંધા-રોજગાર માટે સાધન સહાય બેન્ક મારફતે આપવામાં આવે છે. આ યોજના માટે અરજદારે અરજી કર્યા બાદ કમિટિની ભલામણથી બેન્ક મારફતે લોન અને વ્યાજ સહાય સબસીડી આપવામાં આવે છે. આ યોજનાથીશહેરી બી.પી.એલ. પરિવારનો કોઇ પણ સભ્ય સ્વરોજગારીના સાધનો ખરીદીને પરિવારનું ગુજરાન ચલાવી શકે છે.

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..