Back

સમયસર સારવાર અને તકેદારી થી ડેન્ગ્યુ ને અટકાવી શકાય છે-ડો. મનિષ સનારીયા

પ્રવર્તમાન સમય મા વિવિધ વાઈરસ પ્રેરિત રોગ નુ પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે સૌથી વધુ વકરી રહેલ વાઈરસ જન્ય રોગ ડેન્ગ્યુ અંગે બાળરોગ ના નિષ્ણાંત તબિબ ડો. મનિષ સનારીયા (સ્પર્શ બાળકો ની હોસ્પીટલ) ના સોનેરી સુચનો:

ડેન્ગ્યુ નુ ઉદ્ભવ સ્થાન : ડેન્ગ્યુ એ ફીમેલ એડિસ ઈજિપ્તિ મચ્છર કરડવા થી થાય છે. જે મોટાભાગે દીવસે જ કરડે છે. ડેન્ગ્યુ ના મચ્છરો જ્યાં પાણી ભરાઈ રહેતુ હોય તેવી જગ્યાઓએ, ખુલ્લી ગટરો કે જે સ્થળે ગંદકી હોય ત્યાં ઉદ્ભવે છે. ડેન્ગ્યુ ના તાવ નુ પ્રમાણ ૫ થી ૯ વર્ષ ના બાળકો મા વિશેષ જોવા મળે છે. મોટાભાગે બાળકો મા ડેન્ગ્યુ નો તાવ તેની જાતે જ કાબુ મા આવી જતો હોય છે. ડેન્ગ્યુ ના મચ્છરો માત્ર ૫૦ મીટર ની સુધી જ ઉડી શકે છે માટે આપણુ આંગણુ તથા રહેણાંક વિસ્તાર સ્વચ્છ રાખી ડેન્ગ્યુ ના મચ્છરો ના ઉપદ્રવ થી બચી શકાય છે.

ડેન્ગ્યુ ના લક્ષણો : ડેન્ગ્યુ નો તાવ સામાન્ય, હેમરેજીક અને શોક એમ ત્રણ પ્રકાર નો હોય છે. આ ત્રણેય ના લક્ષણો જુદા જુદા જોવા મળે છે.

() સામાન્ય તાવ : ૧૦૨ થી ૧૦૬ ડીગ્રી જેટલો તાવ, માથા નો દુ:ખાવો, સાંધા અને સ્નાયુઓ નો દુ:ખાવો, શરીર પર ઝીણા લાલ ચકામા થઈ જવા () હેમરેજીક તાવ: ચામડી મા લોહી ના ચકામા પડવા, ઝાડા ઉલ્ટી મા લોહી પડવુ, મોં માંથી લોહી પડવુ, ફેફસા કે પેટ મા પાણી ભરાઈ જવુ, પ્લેટલેટ્સ ની સંખ્યા ખુબ ઘટી જવી, પેશાબ ઓછો થઈ જવો () શોક તાવ : ધબકારા વધી જવાહાથ પગ ઠંડા પડી જવા, બ્લડ પ્રેશર ઘટી જવુ.

ડેન્ગ્યુ ની સારવાર : બાળક ના લક્ષણો પરથી તેની સારવાર હાથ ધરવા મા આવે છે. તાવ માટે સાદી પેરાસિટામોલ સિરપ અથવા ગોળી આપવા મા આવે છે. તેમજ તાવ ઘટાડવા માટે આખા શરીરે ઠંડા પાણી ના પોતા મુકવા, બાળક ને પ્રવાહી વિપુલ પ્રમાણ મા આપવુ. પાણી, તાજા જ્યુસ, લીંબુ શરબત, નાળીયેર પાણી વગરે, દીવસ મા બે વખત પપૈયા ના પાન નો રસ આપવા થી પ્લેટલેટ્સ ની સંખ્યા મા વધારો થઈ શકે છે. જે અંગે સંશોધન થઈ રહ્યુ છે, ઉલ્ટી વધુ પ્રમાણ મા થતી હોય તો ઉલ્ટી ની દવા આપવી.

તાત્કાલીક સારવાર ની જરૂર ક્યારે? : બાળક ને તાવ સાથે ખેંચ આવે, ઝાડા ઉલ્ટી મા લોહી પડે, સતત ઉલ્ટી થાય, શરીર ઠંડુ પડી જાય, શ્વાસ લેવા મા તકલીફ પડે, ઉપરોક્ત સંજોગો મા તાત્કાલીક ડોક્ટર નો સંપર્ક કરવો.

ડેન્ગ્યુ થી કઈ રીતે બચી શકાય? : ઘર તેમજ આસપાસ ના વિસ્તારો મા જંતુ નાશક દવાઓ નો છંટકાવ કરવો, મચ્છરો ના ઉત્પતિસ્થાન નો નાશ કરી જંતુનાશક દવાઓ નો છંટકાવ કરવો, બાળકો ને સ્વચ્છ કપડાં, મોજા વગેરે પહેરાવવા તેમજ શરીર ના ખુલ્લા ભાગો મા મોસ્કીટો રીપ્લેમેન્ટ ક્રીમ લગાવવી, મચ્છરદાની નો ઉપયોગ કરવો. નારંગી અથવા લેમન યુકેલીપ્ટ્સ નુ તેલ લગાવવુ, સ્વચ્છતા,સાવચેતી અને સમયસર સારવાર દ્વારા ડેન્ગ્યુ ને નાથી શકાય છે.

 લી.  ડો. મનિષ સનારીયા (સ્પર્શ બાળકો ની હોસ્પીટલ.)

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..