Back

કાલોલ:સરકારી વિભાગોમાં કામ કરતા કામદારોને દિવાળી પહેલા બોનસ તથા પગાર ચૂકવવા કલેકટરને પત્ર

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા




પંચમહાલ જીલ્લા જનશક્તિ મજદૂર સભા (લેબલ સેલ) દ્વારા ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને સંબોધિત પત્ર લખીને ગોધરા સ્થિત જીલ્લા કલેકટર કચેરીએ રૂબરૂ જઇને આપવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના સરકારશ્રી ના વિભાગોમાં કામ કરતા કામદારોને તેમજ ડેલીવીઝીસ/આઉટ સોર્સ કોન્ટ્રાકટના ધોરણે કામ કરતાં નાના વર્ગના વર્ષોથી કામ કરતા કર્મચારીઓને બોનસ તથા પગાર દિવાળી પહેલા ચૂકવવામાં આવે તો આવા નાના અને મધ્યમવર્ગના પરિવારોમાં ખુશી નો માહોલ છવાઇ જાય અને દિવાળી જેવા તહેવાર તેમના પરિવાર સાથે ઉત્સાહ પૂર્વક મનાવી શકે તેવી માંગ સાથે  પંચમહાલ જિલ્લા લેબર સેલ જનશક્તિ મજદૂર સભાના પ્રમુખ અને કાલોલ લોક જનશક્તિ પાર્ટી તાલુકાના પ્રમુખ અશોકભાઇ પરમાર દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી ને રજૂઆત કરતો પત્ર ગતરોજ જિલ્લા કલેકટર કચેરીએ અરજી સ્વરૂપે આપવામાં આવ્યું હતું  અને અરજી ની નકલ ભારત સરકારના મંત્રી રામવિલાસ પાસવાન તેમજ રાષ્ટ્રીય પ્રમુખ રામજીસિંહ નવી દિલ્હી અને ગુજરાત પ્રદેશ કાર્યાલય પ્રમુખ નરેશભાઈ સોની ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવી હતી

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..