Back

જામનગર એસ.ઓ.જી એ કાલાવડ વિસ્તારમાંથી બે જામગરી બંદુક સાથે બે શખ્સો ઝડપી પાડ્યા

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના રામપર ગામે અને હંસ્થળ ગામે જામનગર એસઓજી પોલીસે બાતમી ને આધારે દરોડો પાડી ગેરકાયદેસર પરવાના વગરની બે જામગરી બંદુક સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે બંને શખ્સો સામે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધી બંનેને કોર્ટ સમક્ષ રજુ કરવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાલાવડ તાલુકામાં રામપર અને હંસ્થળ ગામે બે શખ્સો પાસે ગેર કાયદેસર જામગરી દેશી બંદુક હોવાની જામનગર એસઓજી પોલીસને હકીકત મળી હતી. જેના આધારે સમગ્ર સ્ટાફે ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પંથકમાં દરોડા પાડ્યા હતા. પ્રથમ કાર્યવાહી કાલાવડના રામપર ગામે કરવામાં આવી હતી. જેમાં રામપર ગામની સીમ હથિયાર સાથે આટાફેરા કરતા ગફાર વલી મામદ સમાને આતરી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી રૂપિયા બે હજારની કિમતનું એક દેશી હથિયાર કબજે કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી જયારે તાલુકાના હંસ્થળ ગામે દરોડો પાડી વાદરિયા ડુંગર પાસેથી મજીદ ઉર્ફે મુન્નો કાસમ સમા નામા સખ્સને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીના કબજામાંથી પોલીસે દેશી બનવાતનું હથિયાર કબજે કરી તેની સામે પણ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં હથિયાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી એસ.ઓજી. પોલીસ સબ ઈન્સ. વી.વી.વાગડીયા તથા એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઈ. મહેશભાઈ સવાણી, તથા પો. હેડ કોન્સ. જ્ઞાનદેવસિંહ જાડેજા, અનિરૂદ્ધસિંહ ઝાલા, દિનેશભાઈ સાગઠીયા, અરજણભાઈ કોડીયાતર, હીતેષભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા તથા પો.કોન્સ. મયુદીનભાઈ સૈયદ, સોયબભાઈ મકવા, રમેશભાઈ ચાવડા, રવિભાઈ બુજડ, સંજયભાઈ પરમાર, લાલુભા જાડેજા, ડ્રા.પો. કોન્સ. દયારામભાઈ ત્રીવેદી નાઓએ કરેલ છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..