Back

મોરબી એરપોર્ટના કામને ઝડપથી શરૂ કરવા રજૂઆત

મોરબી જીલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારા દ્વારા મોરબી એરપોર્ટના કામને ઝડપથી કાર્યવાહી કરવા જીલ્લા કલેક્ટર તથા સાંસદ મોહનભાઇ કુંડારીયા ને રજૂઆત કરાઇ

મોરબી તાલુકાનાં રાજપર ગામ ખાતે મોરબીનું એરપોર્ટ બનાવવા માટે સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલી. રાજપર ખાતે એરપોર્ટ બનવા જોઈતી અંદાજીત ૯૦ એકર જમીન પણ ઉપલબ્ધ છે અને સરકાર દ્વારા આ એરપોર્ટ માટેની પ્રથમ ગ્રાન્ટ રૂ।.૪૦,૦૦,૦૦,૦૦૦/- અંકે રૂપિયા ચાલીસ કરોડ પૂરા વર્ષ ૨૦૧૭ માં ફાળવી આપેલ હોય પરંતુ હજી સુધી એરપોર્ટના કામ બાબતે કોઈપણ કાર્યવાહી થયેલ ન હોય તેની યોગ્ય તપાસ કરી ઝડપથી કાર્યવાહી કરવા મોરબી જીલ્લા કલેક્ટર, મોહનભાઇ કુંડારિયા સાંસદ, ને રાઘવજીભાઇ ગડારા અધ્યક્ષ મોરબી જીલ્લા ભાજપ દ્વારા રજૂઆત કરવામાં આવી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..