Back

જામનગર એલ.સી.બી. પોલીસે ઇગ્લીશ દારૂની બોટલો બે શખ્સોને પકડી પાડયા કુલ રૂ. ૭૪,૦૦૦/- નો મુદામાલ કર્યો કબ્જે


જામનગર એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીને  આધારે જામનગર શહેરમાં રણજીતસાગર રોડ ઉપર સરસ્વતીપાર્કમાં રહેતા પ્રવીણભાઈ ગોવીંદભાઇ ભાનુશાળી ના રહેણાંક મકાનમાં ઇગ્લીશ દારૂ અંગે રેઇડ કરતા મકાન માંથી પ્રવિણભાઇ ભાનુશાળી અને પરસોતમભાઇ ઉર્ફે પસો ના કબ્જા માંથી ઇગ્લીશ દારૂ બોટલ નંગ-૧૧૦ કિ.રૂ. ૪૪,૦૦૦/- તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ એકટીવા મો.સા. કિ.રૂ. 30,000/- મળી કુલ રૂ. ૭૪,000/- નો મુદામાલ કબ્બે કરી પો.હેડ કોન્સ. ખીમભાઇ ભોચીયાની ફરીયાદ આધારે પો.હેડ કોન્સ. ફીરોજભાઇ દલએ ધરપકડ કરી પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસર ની કાર્યવાહી કરેલ છે. દારૂ સપ્લાય કરનાર આરોપી અશોકભાઇ ઉર્ફે મીર્ચી ખટાઉનલ ભાનુશાળી રહે. દિ.પ્લોટ-૫૪ જામનગર વાળાને ફરારી જાહેર કરેલ છે.

આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, તથા એલ.સી.બી. સ્ટાફના જયુભાઝાલા, સંજયસિંહ વાળા,બસીરભાઇ મલેક, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, ફીરોજભાઇ દલ, ખીમાભાઇ ભોરીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર,વનરાજભાઇ મકવાણા, અશોકભાઇ સોલંકી, મીતેશભાઇ પટેલ, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..