Back

૧૮મી ઓક્ટોબરે હાલોલ ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજાશે

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી






પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે આગામી તા. ૧૮/૧૦/૨૦૧૯ના રોજ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ખાસ રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર હાલોલ નગરપાલિકાના હોલ ખાતે સવારના ૧૦/૦૦ કલાકથી શરૂ થશે. 

  દિવ્યાંગ સ્ત્રી – પુરૂષ કે જેઓ ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય, ધોરણ ૧૦,૧૨, આઇ.ટી.આઇ., ડિપ્લોમા, ગ્રેજ્યુએટ પાસ તેમજ ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા ઉમેદવારોને તેમની લાયકાત અને ક્ષમતા મુજબ પંચમહાલ જિલ્લાના ખાનગી નોકરીદાતાઓ દ્વારા ઓફિસ વર્ક, ટેક્નીકલ, નોન ટેક્નીકલ, સિક્યુરિટી તેમજ અન્ય ખાલી જગ્યાઓ માટે લેખિત અને મૌખિક પરીક્ષા લઇ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે. પ્રાથમિક પસંદગી પામેલા ઉમેદવારોને ઓફર લેટર ઇસ્યુ કરવામાં આવશે. 

આ ભરતી મેળામાં જે દિવ્યાંગ ઉમેદવારો ધોરણ ૧૦ થી ઓછું ભણેઇા છે, ૩૫ વર્ષથી વધુ ઉંમર ધરાવે છે અને જેમની નોકરી માટે પ્રાથમિક પસંદગી થઇ નથી તેવા ઉમેદવારોને, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા સમાજ કલ્યાણ, જિલ્લા સમાજ સુરક્ષા, આઇ.ટી.આઇ., લીડ ડીસ્ટ્રીક બેંક, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સ્વરોજગારનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વિના મૂલ્યે લોન સહાયની જાણકારી પણ આપવામાં આવશે. વધુમાં, એપ્રેન્ટીસની તાલીમમાં જોડાવા અરજી ફોર્મનું વિતરણ અને જે ઉમેદવારોએ રોજગાર કચેરીમાં તેમના નામનું રજીસ્ટ્રેશન ન કરાવ્યું હોય તેમનું સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરવામાં આવશે.   

રસ ધરાવતા ઉમેદવારોએ પોતાની લાયકાતના પ્રમાણપત્રો, દિવ્યાંગ ઓળખ કાર્ડ, દિવ્યાંગ ટકાવારીનું મેડીકલ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, રેશનકાર્ડ, બાયોડેટાની પાચ નકલ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે ઉપસ્થિત રહેવું.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..