Back

જામનગર એસ.ઓ.જી. દ્વારા તડીપાર થયેલા શખ્સ ને ઝડપી પાડ્યો

જામનગર એસ.ઓ.જી. દ્વારા તડીપાર થયેલા શખ્સ ને ઝડપી પાડ્યો:જામનગર, દેવભુમી દ્વારકા, રાજકોટ સહિત અન્ય જીલ્લાઓ માંથી પણ કરવામાં આવેલ હતો તડીપાર

પોલીસ અધિક્ષક શરદ સિંઘલ સાહેબ દ્વારા જામનગર જીલ્લામાથી હદપારી/તડીપાર થયેલ ઈસમોને પકડવાની સુચના કરેલ હોય જે અન્વયે એસ. ઓ. જી. ના ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર વી. વી. વાગડીયા નાઓના માર્ગદર્શન મુજબ એસ. ઓ. જી. સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન ASI મહેશભાઈ સવાણી તથા પો. કોન્સ. રવિભાઈ બુજડ ને મળેલ બાતમીને આધારે રોહીત ઉર્ફે કાનો ચંદુભાઈ લીબંડ રહે , શંકર ટેકરી જામનગર વાળો જામનગર જીલ્લા તથા દેવભુમી દ્વારકા , રાજકોટ , પોરબંદર , મોરબી , સુરેન્દ્રનગર અને જુનાગઢ જીલ્લાઓ માંથી ૨ ( બે ) વર્ષ માટે મે. સબ ડીવી, મેજીસ્ટ્રેટ જામનગર શહેર નાઓ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૫૭ ( ગ ) મુજબ હદપાર કરેલ હોય. જે હાલ પોતાના ઘરની બાજુની ગલીમાં ઉભો છે, જે હકીકત આધારે બાતમી વાળી જગ્યાએ જઇ ચેક કરતા મળી આવેલ હોય જેની સામે ASI મહેશભાઈ સવાણીએ જી. પી. એક્ટ કલમ ૧૪૨ મુજબ ધોરણસર ફરીયાદ આપેલ છે. 

આ કાર્યવાહી એસ. ઓ. જી. ઈન્ચાર્જ પોલીસ ઈન્સ . વી. વી. વાગડીયા તથા એસ. ઓ. જી. સ્ટાફના એ. એસ. આઈ. મહેશભાઈ સવાણી, તથા પો. હેડ કોન્સ. જ્ઞાનદેવસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ ઝાલા, દિનેશભાઈ સાગઠીયા, હીતેષભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા તથા પો. કોન્સ. મયુદીનભાઈ સૈયદ, દોલતસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, સોયબભાઈ મકવા, રમેશભાઈ ચાવડા, રવિભાઈ બુજડ, લાલુભા જાડેજા, પ્રિયંકાબેન ગઢીયા ડા. પો. કોન્સ. દયારામભાઈ ત્રીવેદી નાઓએ કરેલ છે .

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..