Back

ઇન્ડિયન યોગા ટીમ નું પ્રતિનિધિત્વ કરી સુરત ના ખેલાડીઓ એ દેશ નું નામ રોશન કર્યું

શાહ આલમ, મલેશિયા

તા. ૧૧-૧૩ ઓક્ટોબર ૨૦૧૯ સુધી મલેશિયા ના શાહ આલમ ખાતે ઇન્ટરનેશનલ યોગ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ સ્પર્ધા માં ઇન્ટરનેશનલ ઇવેન્ટ માં કુલ ૨૭૦ અને રાષ્ટ્રીય ઇવેન્ટ માં ૭૫૦ પ્લેયર્સ એ ભાગ લીધો હતો.

ઝીલ યોગેશભાઈ વ્યાસ  -  ૧૪ થી ૧૭ ની કેટેગરી માં સિલ્વર મેડલ (2nd  Place )
ફાલ્ગુની ગોસ્વામી - ૧૮ થી ૨૧ ની કેટેગરી માં કેટેગરી માં સિલ્વર મેડલ (2nd  Place )
ખ્યાતિ દોમડીયા - ૨૧ થી ૩૫ ની (ચોઈસ આસન )કેટેગરી માં ગોલ્ડ મેડલ (1st Place )
પ્રિયા શિવ ભગત - ૨૧ થી ૩૫ (એડવાન્સ આસન ) કેટેગરી માં ગોલ્ડ મેડલ (1st Place )
અલકા મનીષ દેસાઈ - ૩૫ થી ૫૦ ની કેટેગરી માં ગોલ્ડ મેડલ (1st Place )
પૂનમબેન મનીષ બોળાવાળા - અબોવે ૫૦ ની કેટેગરી માં ગોલ્ડ મેડલ (1st Place)

આ બધા  જ ખેલાડીઓ ને સુરત ના જ ઉમંગ ગોપાલભાઈ ડોન (૨૦૧૨ ઇન્ટરનેશનલ ચેમ્પિયન ઓફ ચેમ્પિયન & યોગ કિંગ ઇન્ડિયા એવોર્ડ ) પાસે ટ્રેનિંગ લીધી હતી.

આ ચેમ્પિયનશિપ ને મલે શિયા સરકાર ના એડયુકેશન મિનિસ્ટ્રી, હેલ્થ મિનિસ્ટ્રી અને પર્યટન મિનિસ્ટ્રી એ સપોર્ટ કર્યો હતો.

મેડલ અર્પણ કરવા મલેશિયા ના Deputy Minister  (Entrepreneur  Development) Dr  Md Hatta Md  Ramli હાજર રહી વિજેતાઓ ને અભિનંદન આપ્યા હતા.

સુરત અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..