Back

હેમાળ ગામે થી સેવા સેતુ કાર્યક્રમ શરૂ થયો

જાફરાબાદ ના હેમાળ ગામથી

સેવાસેતુ કાર્યક્રમ ની શરૂઆત


વહીવટ માં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિ લક્ષી રજુઆતો નો જડપી ઉકેલ આવે તે હેતુ થી પ્રાંત અધિકારી શ્રી ડાભી સાહેબ  ના અધ્યક્ષતા માં અમરેલી જિલ્લા ના જાફરાબાદ તાલુકા હેમાળ ગામથી સેવાસેતું માં પાચમાં તબક્કાની શરૂઆત કરવામાં  આવી.જેમાં જાફરાબાદ તાલુકાના હેમાળ,ટીંબી, પાટીમાણસા, મોટામાણસા,ભાડા,લોર, ફાચરીયા, પીછડી, એભલવડ,છેલના, નવિજીકાદરી,જૂની જીકાદરી,ગામના લોકો દ્વારા જુદા જુદા વિભાગ ની અરજીઓ સ્વીકારવામાં આવેલ અને જુદા જુદા વિભાગની યોજનાકીય માહિતીની વિગતો પણ આ કેમ્પ માં  પૂરી પાડવામાં આવેલ,જેમાં માં અમૃતમ  વાત્સલ્ય કાર્ડ(અરજીઓ), બ્લડ પ્રેશર, ડાયાબિટીસ,ની ડોક્ટર દ્વારા તપાસ, ઉંમર ના દાખલા,આધાર કાર્ડ, રેશન કાર્ડ માં સુધારા-વધારા,આવક અને જાતિના દાખલા,વૃદ્ધ પેન્શન યોજનાં અંગેની કામગીરી તથા યોજનાં નો લાભ આપવામાં આવેલ અને વધુમાં વધુ લોકો દ્વારા સેવાસેતું  કાર્યક્રમ નો લાભ લેવામાં આવેલ જેમાં મામલતદાર શ્રી ચાવડા  સાહેબ ,તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીજ્ઞેશ ગોસ્વામી,મેડિકલ ઓફિસર ડો.દિનેશ બલદાનીયા , ઈ/ચા ટી.ડી.ઓ.વાઢેર સાહેબ , સરપંચ શ્રી મયલુભાઈ ,આરોગ્ય વિભાગ દ્વારા ૫૬ વ્યક્તિ નું બી પી/ડાયાબિટીસ તપાસ,૨૧ વ્યક્તિ ને ઉંમર ના દાખલા ,૪૮ વ્યક્તિઓને માં વાત્સલ્ય કાર્ડ નું અન્ડ્રોલમેન્ટ એમ કુલ ૧૨૫ લોકો ને લાભ આપવામાં આવ્યો,સાથે  તમામ વિભાગ ના સ્ટાફ એ હાજરી આપી કામગીરી કરેલ.

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..