Back

મોરબીની દિકરી ક્રિષ્ના રૂપાલા એ અમેરિકામાં ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરી

વિશ્વ સ્તરની  તમામ સંસ્ક્રુતિ કરતા ભારતિય સંસ્કૃતિ સૌથી વધુ ગરિમા સભર હોવાનું વર્ષો અગાઉ ભારતના મહાન સંત સ્વામી વિવેકાનંદે અમેરિકામાં સુંદર દ્રષ્ટાંત આપ્યું હતું. ત્યારે સી.એ.માં અભ્યાસ કરતા અને ભરત નાટ્યમ કલામાં નિપુણ એવા મોરબીના ક્રિષ્ના રૂપાલાએ અમેરિકામાં ભરત નાટ્યમ રજુ કરી હતી જે જોઇને અમેરિકામાં રહેતા ભારતીય લોકો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા 

ફ્રેન્ડ્સ ઓફ ગુજરાત દ્વારા એડિસન ન્યુજર્શી અમેરિકા ખાતે મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયા ટ્રેડ સો એકજીબિશન યોજાયું હતું. જેમાં પચાસ હજાર કરતા વધુ મુલાકાતીઓ આ ટ્રેડ શો માં 300 જેટલાં દેશ વિદેશના એકજીબિટર્સ દ્વારા રજુ કરાયેલ વિવિધ પ્રોડક્ટના પ્રમોશનને નિહાળી હતી. તદ ઉપરાંત આ સાથે 250 જેટલાં આંતરરાષ્ટ્રીય ખ્યાત નામ જુદા જુદા પ્રતિભાવંત કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક, ક્લચરલ પ્રોગ્રામ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મોરબીના ક્રિષ્ના રમેશભાઈ રૂપાલા કે જે હાલ સી.એ. અને એલ.એલ.બી.ના અભ્યાસ સાથે ભરત નાટ્યમમાં વિશારદ કરી રહ્યા છે. જેમને મેરા ઇન્ડિયા ન્યુ ઇન્ડિયાના આંતરરાષ્ટ્રીય સ્તરના વિશાળ ડીઝીટલ પ્લેટફોર્મ પરથી ભરત નાટ્યમની બે કૃતિઓ ભગવાન શ્રીકૃષ્ણનું વાત્સલ્ય પાદમ અને ભગવાન શ્રીરામના ભક્તિ પદમ રજૂ કરી હતી જે જોઇને કાર્યક્રમમાં હાજર રહેલા હજારો દર્શકો મંત્ર મુગ્ધ થઇ ગયા હતા આ તકે બૉલીવુડના કલાકાર સેફ અલી ખાન, જાવેવદ જાફરી, શિબાની કશ્યપ, સુપ્રતીય ભટ્ટાચારીય, લેમ્બર ગીની ફેમ ધ ડોબર્ન, પદ્મશ્રી સોમા ધોસ, આર.જે. કાર્તિક અને મીનાક્ષી સહિતના ખ્યાતનામ વ્યક્તિઓ હાજર રહ્યા હતા

દેશ નહિ વિદેશમાં મોરબીનું નામ રોશન કરનાર ક્રિષ્ના રૂપાલાએ ભરત નાટ્યમની તાલીમ ગુરુ જીગ્નેશ સુરાણી તેમજ કેરળના જાણીતા કલાગુરુ હેમંત લક્ષમણ પાસેથી મળેવી હતી અને ભરત નાટ્યમ અને નટુ વાંગમની તાલીમ મેળવીને ભરત નાટ્યમ કલાને ખૂબ જ સુંદર ઢબથી રજૂ કરી હતી. એડિસન ન્યુજર્શી અમેરિકા ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદાન કરી મોરબી, ગુજરાત સહીત સમગ્ર દેશનું નામ રોશન કરનાર ક્રિષ્ના રૂપાલાએ જણાવ્યું હતું કે, પોતાની જેમ અન્ય નવોદિતો પણ રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કલાને રજુ કરી શકે તેમાટે પોતાના ઘરઆંગણે હરા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ શરૂ કરીને નવોદિતોને ટ્રેનિંગ આપે છે.

ઉલ્લેખની છે કે, મોરબીના ભૂતપૂર્વ પત્રકારત્વ અને ફોટોગ્રાફી વ્યવસાય  સાથે  સંકળાયેલ શ્રી ક્રિષ્ના ફોટોવાળા રમેશભાઈ રૂપાલાના ત્રણે સંતાનો ક્રિષ્ના, બંસી, વાસુએ મોરના ઈંડા ચિતરવા ના પડે તે રીતે પોતપોતાના શોખ અને અભી રુચિના વિષય માં હાલ આગળ વધીને પિતાની કલાનો વારસો જાળવી રાખીને તેમને ગૌરવ અપાવ્યું છે. 

ક્રિષ્ના રૂપાલાની આ વિશેષ ઉપલબ્ધિ બદલ મોરબી ફોટો  વિડિઓ એસોસિયેશનપરિવાર , પ્રેસ  મીડિયા પરિવાર,  ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ, નર્મદા બાલ ઘર, શિશુ મંદિર પરિવાર તેમજ  વિવિધ સમાજના અગ્રણીયો  સામાજિક, શિક્ષણિક સંસ્થાઓ લાયન્સ ક્લબ, રોટરી ક્લબ,  સહીત  બહોળા મિત્રોએ તેમને અભિનંદન પાઠવ્યા છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..