Back

જૂનાગઢ મનપા દ્વારા શહેરના વોર્ડનં. ૪,૫,૬,૭ માં યોજાશે સેવાસેતુ કાર્યક્રમ

જૂનાગઢ : રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાતી અનેક વિવિધ લોકઉપયોગી યોજનાઓ તથા વહીવટ પરત્વે પ્રજાજનોના પ્રશ્નો ન્યાયિક ચોકકસ તથા ઝડપી ઉકેલ માટે "સેવાસેતુ" કાર્યક્રમોના આયોજન કરવામાં આવી રહ્યા છે. 

જેના અનુસંધાને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી તારીખ ૧૯/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૯:૦૦ કલાકથી સાંજે ૫:૦૦ કલાક સુધી જોષીપરા કન્યા છાત્રાલય ખાતે વોર્ડ નં. ૪/૫/૬/૭ ની જાહેર જનતા માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ છે.

રાજ્ય સરકારના વિવિધ વિભાગો તથા મહાનગરપાલિકા દ્વારા અનેક વિવિધ યોજનાઓ, સહાયો, જાહેરસેવાઓ, આધારકાર્ડ, માં અમૃતમ કાર્ડ, રેશનકાર્ડ, સખીમંડળ, જનધન યોજના, આવકના દાખલા, જાતિના દાખલા, ઉજ્જ્વલા યોજના, જૂદી જૂદી બેંકોમાં ખાતા ખોલાવવા, એસ.ટી. વિભાગ દ્વારા માસિક પાસ, સ્વરોજગાર યોજના, વીજળીકરણ, તથા ઓનલાઈન રિઝર્વેશન તેમજ ફરિયાદને લગતી સેવાઓના સ્ટોલ કાર્યરત કરવામાં આવશે અને વ્યક્તિલક્ષી રજૂઆતો દયાને લઈને તેના સ્થળ ઉપર જ  પ્રશ્નનો નિકાલ કરવામાં આવશે તેમજ વિવિધ સહાય મેળવવા ઈચ્છતા લોકો આધાર પુરાવા સાથે હાજર રહેવાનું રહેશે. 

અરજદારોની અરજી સવારના ૯:૦૦ થી બપોરના ૨:૦૦ વાગ્યા સુધીજ સ્વીકારવામાં આવશે. 

આ સેવાસેતુ કાર્યક્રમમાં વોર્ડ નં. ૪/૫/૬/૭ ની જાહેર જનતાને લાભ લેવા મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ કમિશનર તુષાર સુમેરા દ્વારા વોર્ડ વિસ્તારના લોકોને અપીલ કરવામાં આવી છે.


રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ


Mo. 92768 17217