Back

અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ૮ વર્ષની બાળકી ઉપર થયેલા બળાત્કાર બાબતે પશ્ચિમ કચ્છ એસ.પી ને આપ્યું આવેદનપત્ર

બિમલ માંકડ

વાત્સલ્ય ન્યુઝ બ્યુરો ચીફ કચ્છ


રિપોર્ટર: ગૌતમ બુચિયા


અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ૮ વર્ષની બાળકી ઉપર થયેલા બળાત્કાર બાબતે પશ્ચિમ કચ્છ એસ.પી ને આપ્યું આવેદનપત્ર 


મુસ્લિમ યુવાનોએ અથાગ મહેનત બાદ દુષ્કર્મના આરોપીને ઝડપીને કરાયો હતો પોલીસ હવાલે 


માનવ હિતના કાર્યોમાં હંમેશા ઓતપ્રોત રહેતા મોહંમદી ટ્રસ્ટના યુવાનો કોઇપણ સમુદાય માટે રહેછે ખડેપગે 


ભુજમાં ચાર દિવસ અગાઉ બનેલી નિંદનીય ઘટનાને પગલે ગઈકાલે અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા ૮ વર્ષની બાળકી ઉપર થયેલા દુષ્કર્મ બાબતે પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબિયા ને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી આ ઘટનાંને વખોડતાં મુસ્લિમ અગ્રણી ઈબ્રાહીમ હાલેપોત્રા જણાવ્યું હતું કે ભુજ શહેરની અંદર હેપીનગર વિસ્તારમાં હિન્દુ સમાજની આઠ વર્ષની બાળકી પર થયેલ ક્રૂર અત્યાચારની જે ઘટના બની તે ઘટનામાં મુસ્લિમ સમાજ દ્વારા ચાલતા આરોગ્યને લગતા ટ્રસ્ટ નાત-જાતના ભેદભાવ વિના મોહમંદી ચેરીટેબલ ટ્રસ્ટના મકબુલ સમા,હનીફ મોખા,ફારૂક કુંભાર તેમજ તમામ હોદ્દેદારોએ આ પીડિત બળા પિડિતાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ અને સારવાર આપવામાં બેદરકારી દાખવનારા ફરજપરના આર.એમ.ઓ અને ડોકટરો જોડે રજુઆત કરી અને તાત્કાલિક સારવાર માટે દાખલ કરાવીને તાત્કાલિક ધોરણે સારવાર અપાવી હતી જેની નોંધ અદાણી સંચાલિત જી.કે.જનરલ હોસ્પિટલના સી.સી.ટી.વી. કેમેરામાં તેમજ પિડિતાનાં પિતાની પાસે નોધ છે અને આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે આ ટ્રસ્ટ  ઈન્સાનિયતનાં નાતે અનેક જીવદયા અને માનવહીતના કર્યો કરે છે આ ઘટનાને અંજામ આપ્યાબાદ આરોપી કચ્છ છોડવાની ફિરાકમાં હતો જેની જાણ આ યુવાનોને થતાં અનેક જગ્યાએ શોધખોળ આદરી હતી અને આખરે  જય સોમનાથ ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી આ નરાધમને ઝડપી લીધો હતો જે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલ હોવા સહિતની વાત કરી હતી અને ભુજ નગરપાલિકાના સતાપક્ષનાં કાઉન્સીલર કાસમ સુલેમાન કુંભાર, મુસ્લિમ હિત રક્ષક સમિતિનાં પ્રમુખ ઈબ્રાહીમ હાલેપોત્રાને જાણ કરવામાં આવી હતી જેમાં પ્રમુખ હાજર ન હોવાથી કાસમભાઈ નગરસેવકને સાથે રાખી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપીને સોંપ્યો હતો તેમજ આ કામગીરીમાં મોહમંદી ચેરીટેબલ ટ્રસ્ટનાં તમામ મુસ્લિમ ટ્રસ્ટીઓ કરી હતી.વધુમાં જણાવ્યું હતું કે દુઃખ સાથે આજે અખિલ મુસ્લિમ હિત રક્ષક સમિતિ તેમજ મહંમદી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશ્ચિમ કચ્છ એસ.પી સૌરભ તોલંબિયાને લેખિતમાં આપવાનું કારણ ફક્ત એક જ હતું કે અમુક સંગઠનો મિડિયામાં આવી અને યસ મેળવવા માટે મુસ્લિમ સમાજ પર આંગળીઓ ચિંધતાં હોય તો એ યોગ્ય નથી તેમજ તેવા લોકોને તંત્ર અને પોલીસ તંત્રએ આ બાબતની નોંધ લેવી જોઈએ કારણ કે મુસ્લિમ સમાજ આવા અસામાજિક તત્વોની સાથે ક્યારેય નહીં હોય અને ક્યારેય સાથ આપશે પણ નહિં તેમ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ, હોદેદારો તેમજ મહંમંદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હોદ્દેદારોએ જણાવ્યું હતું

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..