Back

મતદારયાદી ચકાસણી કાર્યક્રમ (EVP) ૧૮-નવેમ્‍બર સુધી ચાલુ રહેશે


 દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં મતદારયાદી ચકાસણી કાર્યક્રમ (EVP) તા.૧૫-૧૦-૨૦૧૯ સુધી ચાલુ રહેનાર હતો જેમાં હવે ચુંટણીપંચ દ્વારા તા.૧૮-૧૧-૨૦૧૯ સુધી ચાલુ રાખવા માટે જણાવવામાં આવેલ છે. મતદારો વેબ પોર્ટલ પર (www.nvsp.inલોગીન કરી અથવા એન્‍ડ્રોઇડ એપ (વોટર હેલ્‍પલાઇન) પર મતદાર યાદીમાં પોતાની તથા પોતાના કુટુંબના મતદારયાદીમાં નોંધાયેલ તમામ સભ્‍યો, વધુમાં ચકાસણી માટે જિલ્‍લાના ઇ-ગ્રામ તથા સી.એસ.સી. કેન્‍દ્રો તથા પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ ખાતે રૂબરૂ વિગતો આપીને ચકાસણી કરી શકશે. દિવ્‍યાંગ મતદારો ૧૯૫૦ ટોલફ્રી હેલ્‍પલાઇન પર ફોન કરીને આ કામગીરી કરી શકશે તેમજ સુધારેલી વિગતો પણ આપી શકશે. તેમ નાયબ જિલ્‍લા ચુંટણી અધિકારી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.