Back

કાલોલના ડેરોલ ગામમાં દશેરાની રાત્રીએ માટલી ગરબા રમતાં વિદેશી ખેલૈયાઓએ પ્રભાવિત કર્યા

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા





પંચમહાલ જીલ્લા કાલોલ તાલુકાના ડેરોલગામમાં  વર્ષોથી ધાર્મિક તહેવારોની ઉજવણી ધામધૂમથી થતી હોય છે પરંતુ  આસો સુદ નવરાત્રિના નવ દિવસના નવલા નોરતાના દસમા દિવસે દશેરાની ઉજવણી કરવામાં આવતી હોય છે.આમ જોવા જઈએ તો દશેરાને દિવસે રાવણ દહન કરવામાં આવતુ હોય છે જ્યારે  પંચમહાલ જિલ્લાના કાલોલમાં આવેલ ડેરોલગામમાં નવ નોરતા બાદ દશેરાને દિવસે માટલી ગરબાનો અનેરો આનંદ જોવા મળતો હોય છે. 

    વર્ષોથી ચાલતા માટલી ગરબા જોવા કાલોલ તાલુકાના અનેક શ્રદ્ધાળુઓ માટલીમાં અનાજ અને દીપ મૂકી પુષ્પ શણગારેલા  માટલી ગરબા જોવા શ્રદ્ધાળુઓ ડેરોલગામ માતાજીના ચોકમાં પધારતા હોય છે.પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલગામએ નવ દિવસના નવલા નોરતા બાદ વિજયા દશમી ( દશેરા) ની રાત્રિએ માટલી ગરબાએ સમગ્ર તાલુકા મધ્ય વિરલ અને આકર્ષક ગણાતા હોય છે. ડેરોલગામની વર્ષોની પરંપરાગતની આસ્થાએ ગામના દરેક ઘેર ઘેર છિદ્ર વાળી માટલી ને પુષ્પથી તેમજ ફૂલહાર ચડાવી  સુશોભિત કરી માટલીમાં અનાજ ભરી અંદર દીપ જ્યોત મૂકી અને માટલી ઉપર પણ માટીનો કળશ મૂકી દીપ પ્રગટાવી ફૂલો થી સજાવી માટલી ગરબો માથે મૂકી છુટા હાથે વૃંદ ગરબા  રમતા જોવા મળે છે.

     સમગ્ર કાલોલ તાલુકાના માત્ર ડેરોલગામમાં વિજયાદશમીના દિવસે યોજાયેલા માતાજીના ચોકમાં માટલી ગરબા હજારોની સંખ્યામાં જોવા મળતા હોય છે. જેના કારણે દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી આવતા હોય છે. તેમજ ડેરોલગામના દેશ-વિદેશ રહેતા આ દિવસે ડેરોલગામમાં હાજર રહેતા હોય છે. ડેરોલગામના રહીશો વર્ષ દરમિયાન સુખ શાંતિ તેમજ માતાજી પર શ્રદ્ધા રાખી ભાવપૂર્વક ગરબા ની વિવિધ માનતાઓ રાખતા હોય છે. માતાજીનો શક્તિનો આનંદ ડેરોલ ગામ ના દશેરાના દિવસે જોવા મળી રહેતો હોય છે. ડેરોલ ગામ ના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા તેમની શક્તિ મુજબ દશેરાના દિવસે માટલી ગરબા ૫,૭,૧૧,૨૧,૫૧ તેમજ ૧૦૧ જેટલા માટલી ગરબા ઘરેથી લઈ પહેલા પોતાની શેરીમાં માલવડી 5 ચક્કર ઘૂમી ગામની મધ્ય આવેલ  માતાજીના ચોકમાં  ચારેકોર  વર્તુળમાં ૫,૭,૧૧ વખત ગરબે ઘૂમી નજીકમાં આવેલમાં અંબા બહુચરના મંદિરે ચડાવતા હોય છે. કહેવાય છે કે વર્ષોથી શ્રદ્ધા રાખેલ મનોકામના પૂર્ણ થાય છે.ગામમાં માતાજીના ચોકને રંગબેરંગી જબુકીક્યા તેમજ વિવિધ રંગના ફૂલો થી માતાજીના ચોકમાં રંગોળી પણ કરવામાં આવતી હોય છે.ડેરોલગામમાં માતાજીના ચોકમાં પુરેલ રંગોડીમાં 370 કલમનો પણ ઊલ્લેખ કરેલ હતો.આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ ડેરોલગામના તેમજ આજુબાજુના વિસ્તારમાંથી અને ખાસ કરીને વિદેશથી આવેલા પર્યટકોએ માથે માટલી મૂકી અવનવા રાસ-ગરબાથી સહુને પ્રભાવિત કર્યા હતા.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..