Back

મોરબીમાં રૂ.૨ કરોડનો ફોરલેન સી.સી. રોડ મંજુર

મોરબી શહેરમાં સમયના ગેઇટથી ઉમિયા સર્કલના રૂ. ૨ કરોડનો ફોરલેન સી.સી. રોડ મંજુર ધારાસભ્ય બ્રિજેશ મેરજાની મહેનત ફળી.

મોરબી શહેરના અતિ મહત્વના એવા રાજકોટ તરફથી શહેરમાં પ્રવેશતા સમય ગેઇટ અને ઉમિયા સર્કલનો રસ્તો અતિ વૃષ્ટિમાં ખૂબ જ બિસ્માર બની ગયો છે. પ્રજાજનો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે. તે સ્થિતિનું નિરાકરણ લાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ક્ષેત્રિય ઇજનેરો અને ગાંધીનગર સચિવાલય કક્ષાએ વખતો વખત રજૂઆતો કરેલી. આ રસ્તા ઉપર વારંવાર ગટરનું પાણી ફરી વળતું હતું. તેમજ દર ચોમાસામાં આસપાસ પાણી પણ નિકાલના અભાવે ભરાય રહેતું હતું. પરિણામે ડામરનો રોડ તૂટી જતો હતો. આ સ્થિતિનો ઝીણવટ ભર્યો કયાસ કાઢી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ તા.૨૧-૯-૧૯  ની રજૂઆતમાં આ ડામરનો રસ્તો સી.સી. રોડમાં રૂપાંતર કરી મજબૂત અને ટકાઉ ફોરલેન રસ્તો બનાવવા માંગણી કરતાં માર્ગ-મકાન વિભાગે રૂ. ૨ કરોડનો જોબ નંબર ફાળવીને આ સી.સી. રોડ મંજૂર કર્યો છે. આમ, ચોમાસાના પાણી અને ગટરના નિકાલ સાથેની સુવિધા સાથેનો સી.સી. રોડની સુવિધા ટૂંક સમયમાં સાંપડતા પ્રજાને ભોગવવી પડતી મુશ્કેલીમાંથી છુટકારો મળશે.

મોરબીની પ્રજાને દિવાળીની ભેટ સમાન આ સી.સી. રોડ મળ્યો હોવાની પ્રતિતી લોકોને થઈ રહી છે. વધુમાં નવા બસ સ્ટેશનથી ગાંધીચોક અને સર્કિટ હાઉસ સુધીનો રસ્તાનું પણ રિ-સફ્રેસિંગ થાય અને તાકીદે ટ્રાફિકેબલ બને તે માટેની ધારાસભ્યની જહેમત પણ ટૂંક સમયમાં ફળશે. એવા એંધાણ મળી રહ્યા છે.

આમ, મોરબી શહેરની પ્રજાના હિતમાં ધારાસભ્યએ સતત જહેમત ઉઠાવી આ રોડ મંજુર કરાવતા તેમની મહેનત લેખે લાગી છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..