Back

જંત્રાણ ગામ પાસેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે દાહોદના ત્રણ આરોપી ઝડપાયા

જંબુસર તાલુકા ના કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ જંત્રાણ ગામ પાસે ચોકડી ઉપર પોલીસને બાતમી મળેલી કે એક થ્રી વ્હીલ ટેમ્પોમાં વિદેશી દારૂની હેરાફેરી થઇ રહી હોય જેના આધારે કાવી પોલીસે વોચ ગોઠવતાં અતુલ શકિત થ્રી વ્હીલ ટેમ્પો નંબર પલેટ વગરનો ને રોકતા તેમાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૧૮૦ એમ.એલ કોટરીયા જેની અંદાજીત કિંમત ૨૨,૫૦૦ રૂપિયાની તેમજ બીયર ૫૦૦ એમ.એલના તીન્ના બીયર નંગ ૧૧૫ નંગ જેની કિંમત ૧૧,૫૦૦ રૂપિયાની અને અતુલ શકિત થ્રી વ્હીલ ટેમ્પોની કિંમત રૂપિયા ૧,૮૫,૦૦૦ રૂપિયા તથા મોબાઇલ નંગ ૨ જેની કિંમત રૂપિયા ૬૫૦૦ આમ કુલ મળી ૨,૨૫,૫૦૦ રૂપિયા ના મુદ્દામાલ સાથે (૧) અરવિંદ સમસુભાઇ માલીવાડ (૨)સુરેશભાઇ સમસુભાઇ માલીવાડ અને કાળુભાઇ મગનભાઇ સંગાદે ત્રણે રેહઠાણ દશાલગામ તા.જી. દાહોદનાઓને મધ્યપ્રદેશના બનાવટના દારૂ સાથે ઝડપી પાડી તેમને કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આગળની વધુ તપાસ કાવી પોલીસ ચલાવી રહી છે.

જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..