Back

જૂનાગઢ અખંડ ભારત સંઘ દ્વારા વિજયાદશમી નિમિત્તે ગિરી તળેટી ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો

જુનાગઢ : અખંડ ભારત સંઘ દ્વારા પરંપરાગત રીત દશેરાએ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ આયોજિત કરાય છે.

આ વર્ષે પણ અખંડ ભારત સંઘના ભાવેશ વેકરીયા ની અધ્યક્ષતામાં ભવનાથ સ્થિત કેવલ બાગ ખાતે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં લોકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભક્તિ અને શક્તિના  આ પર્વને વધાવ્યુ હતુ.

જુનાગઢ હિંદુ સંસ્કૃતિ અને રાષ્ટ્રની અખંડિતતા પર સતત કાર્યશીલ એવા અખંડ ભારત સંઘ ના ભાવેશ વેકરીયા દ્વારા ગઇકાલે સાંજના સુમારે ભવનાથ લાલઢોરી કેવલ બાગ ખાતે શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

અસત્ય પર સત્યના વિજય અધર્મ પર ધર્મના વિજય ના પ્રતીક રૂપે ઉજવાતા મહોત્સવમાં ગિરિ તળેટી મા વેદોક્ત મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે સ્ત્રી શક્તિના હાથે શસ્ત્ર પૂજનની સાથે સાથે ખેતઓજારો,કલમ,અને શાસ્ત્રોનું,પણ પૂજન કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં અખંડ ભારત સંઘ સંસ્થાના સ્થાપક અને વર્તમાન અધ્યક્ષ ભાવેશ વેકરીયા સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બહોળી સંખ્યામાં  કાર્યકર્તાના પરિવારના લોકો પણ જોડાયા હતા.

રિપોર્ટર : ભરત બોરીચા... જૂનાગઢ

Mo. 92768 17218