Back

શિનોર તાલુકાના મિઢોળ ગ્રામ પંચાયતની ઉપ સરપંચની ચૂંટણી યોજાઈ જેમાં ધર્મેશભાઈ પટેલ બીન હરીફ ચૂંટાયા.

શિનોર તાલુકાના મીંઢોળ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ અશોકભાઈ પા.વા ને ડી.ડી.ઓ દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવતા આજરોજ યોજાયેલ ઉપસરપંચ નું ચૂંટણીમાં ધર્મેશભાઈ પટેલ ને ઉપ સરપંચ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.


      મીંઢોળ ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ અશોકભાઈ ફોગટભાઈ પાટણવાડિયા ને જિલ્લા વિકાસ અધિકારી વડોદરા દ્વારા તારીખ - ૨૦/૮/૨૦૧૯ ના દિવસે પંચાયત અધિનીયમ ૧૯૯૩ ની કલમ ૫૯(૧) હેઠળ ઉપ સરપંચ ના હોદ્દા પરથી મોકૂફ કરવામાં આવેલા હતા .જેથી ઉપ સરપંચ અશોકભાઈ પાટણવાડિયા દ્વારા ગાંધીનગર વિકાસ કમિશનર માં અપીલ દાખલ કરી હતી પરંતુ કોઈ મનાઈ હુકમ ન થતા તાલુકા વિકાસ અધિકારી શિનોર દ્વારા તારીખ - ૧ ના રોજ એજન્ડા કાઢી ઉપ સરપંચ ની સઘરી ફરજો બજાવવા ,મોકૂફી ના સમયગાળા સુધી મીંઢોળ ગ્રામ પંચાયત ની બેઠક માટે  મીંઢોળ ગ્રામ પંચાયત ની ઉપ સરપંચ ના પદ માટે આજરોજ યોજવામાં આવેલ ચૂંટણી શિનોર તાલુકા પંચાયત અધિકારી ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં તલાટી કમ મંત્રી ,સરપંચ ,સદસ્યો ,સ્થાનિક આગેવાનો ,સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ઉપ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા ધર્મેશભાઈ પટેલ ને ઉપસ્થિત લોકોએ ફુલહાર તેમજ મીઠાઈ ખવડાવીને શુભકામનાઓ પાઠવી હતી.



ફૈઝ ખત્રી. શિનોર

સિનોર તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..