Back

ડાંગ જિલ્લામાં RSS દ્વારા વિજયાદશમી પર્વે"શસ્ત્ર પૂજન" અને પથ સંચલન કાર્યક્રમ યોજાયો

મદન વૈષ્ણવ ડાંગ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના દિવસે ડાંગ જિલ્લાના વધઇ આહવા અને સુબીર ખાતે રાષ્ટ્રીય
સ્વયંસેવક સંઘ દ્વારા શસ્ત્ર પુજા કાર્યક્રમ યોજાયો હતો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વિજયા દસમીના દિવસે થઇ હતી. ત્યારથી દેશ ભરમાં વિજયા દસમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સ્થાપના દિવસ તરીકે દેશ રાજ્ય અને જીલ્લાઓ તેમજ તાલુકાઓમાં ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે ડાંગ જિલ્લાના વધઇ આહવા અને સુબીર ખાતે સ્વયંસેવક સંઘ દ્વારા વધઇ કાર્યક્રમમાં મુખ્ય વક્તા- પ્રશાંતભાઈ બોરસે અને સુબીર ખાતે સંજયભાઈ પટેલ આહવા ખાતે મુખ્ય વક્તા અખિલેશભાઈ પાંડે ની ઉપસ્થિતિએ આહવા નગરમાં પદ સંચલન કાઢી દંડ સાથે દેશ ભક્તિના ગીતો અને ભાગવા ધ્વજ વંદન કરી રાષ્ટ્રીય ગાન "નમસ્તે સદા વત્સચલે માતરુભુમે" જેવા ગીતોનુ ગાન કરી સ્વયંસેવકો દ્વારા મા દુર્ગાની પુજા અર્ચના કરી શસ્ત્ર પુજા કરવામાં આવી હતી.જયારે
વધઇ નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિજયા દસમીના પાવન પર્વ નિમિત્તે કાર્યક્રમમાં પરમ પૂજ્ય સંત શ્રી પી. પી. સ્વામીજી મુખ્ય વક્તા પ્રશાંતભાઈ બોરસે તેમજ ગ્રામજનોની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા .
જેમાં હિન્દુ સંસ્કૃતિ જળવાય રહે અને દરેક હિન્દુ સંગઠીત રહે એવુ આહ્વાન કરવામાં આવ્યું હતુ.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..