Back

હળવદ તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર માં અમદાવાદના દાતાશ્રીઓ તરફથી વિનામૂલ્યે પરીક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું

રિપોર્ટર  સુરેશ સોનગરા  હળવદ 


હળવદ તાલુકા અને ગ્રામ્ય વિસ્તાર માં અમદાવાદના દાતાશ્રીઓ તરફથી વિનામૂલ્યે પરીક્ષા કીટનું વિતરણ કરવામાં આવ્યું

પ્રાથમિક શાળાઓમાં શરૂ થતી પ્રથમ પરીક્ષા ને ધ્યાનમાં રાખીને આજરોજ હળવદ તાલુકાની કેદારીયા પ્રાથમિક શાળાના 210 બાળકો, સુસવાવ ના 215 બાળકો, ધનાળા ના 205 બાળકો, હળવદ જીઆઇડીસી વિસ્તારની શાળાના 190 બાળકો, શાળા નંબર 1 હળવદ ના 160 બાળકોને વિનામૂલ્યે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ શૈક્ષણિક નું દાન અમદાવાદના દાતાઓ દ્વારા આપવા માં આવ્યું. હળવદ તાલુકાની જુદી જુદી શાળાઓ મા જરૂરત મંદ બાળકો સુધી પહોંચાડવાનું માધ્યમ શિક્ષણ ને સથવારે ટીમ ના સભ્યો શ્રી ગણેશભાઈ રાઠોડ( કોચાડા), ત્રિકમ સાહેબ( જૈનાબાદ), મયુરભાઈ પરમાર( ઘાસપુર) બન્યા. વર્તમાન સમયમાં શિક્ષણ જ સમાજ ઉત્થાન નું પ્રથમ પગથિયું છે ત્યારે આવા કાર્યો માટે દાન આપતા પ્રેરણાદાયી દાતાઓને સાચી દિશામાં દાન આપવા બદલ દિલથી સો સો સલામ. શૈક્ષણિક કીટ કંપાસ બોક્સ, પેન્સિલ, રબર, બોલપેન, સંચો, ફુટપટ્ટી જેવા શૈક્ષણિક સાધનો મેળવીને આ અંદાજિત 1100 નાના નાના ભુલકાઓ ના ચહેરા પર નો આનંદ જોઈને આજે અમને અનહદ ખુશી થઈ. અમે સાચી દિશામાં સમય નું દાન કરી રહ્યા છીએ તેઓ અમને અહેસાસ થયો. આ તકે ગણેશભાઈ સાહેબ, મયુરભાઈ સાહેબ તેમજ ત્રિકમભાઈ સાહેબે અંદાજિત 1100 વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થાય તેવું વ્યસન મુક્તિ, માતા પિતા અને ગુરુ નો આદર, સૌ ભણે સૌ આગળ વધે એ વિષય પર પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું. બધી શાળા ના આચાર્યશ્રી અને શિક્ષક ગણ નો સારો એવો સહકાર મળ્યો. આમ માનવ સેવાના કાર્યો થકી આજનો અમારો કાર્યક્રમ સફળ રહ્યો.




હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..