Back

પાલેજ ગ્રામપંચાયતમાં નવા મહિલા ડે. સરપંચ નિમાયા

પાલેજ ઉપસરપંચ ની અવિશ્વાસની દરખાસ્ત બાદ આજરોજ ડે. સરપંચ માટે ચૂંટણી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા સદસ્ય દેવયાની બેન ગોહિલને બિનહરીફ પદ્ધતિ થી ચૂંટાઈ આવ્યા હતા પાલેજ ગ્રામ પંચાયતમાં થોડા દિવસો પહેલા ઉપસરપંચ હસ્મિતાબેન ઘનશ્યામભાઈ પટેલ ની સામેની અવિશ્વાસ ની દરખાસ્ત મંજુર થતા પાલેજ ગ્રામ પંચાયત ખાતે ડે. સરપંચ ની બેઠક ખાલી પડી હતી જે અંગે આજે બુધવારે ગ્રામ પંચાયત સદસ્ય દેવયાનીબેન વિરેન્દ્રસિંહ ગોહિલે ડે. સરપંચ ના પદ માટે ફોર્મ ભરતા બિનહરીફ ચૂંટાયા આવ્યા હતા જેમાં પાલેજ ગ્રામ પંચાયતના 16 સભ્યોમાંથી 12 સભ્યોએ હાજર રહી દેવયાની બેન વિરેન્દ્રસિંહ ગોહિલ ને મત આપ્યો હતો અન્ય સભ્યો ગેરહાજર રહ્યા હતા

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..