Back

કમ્બોઈ ખાતે રેલ્વે નીચે એક વ્યક્તિ ચગદાયૉ , સારવાર અર્થે ખસેડાયો

સુરસિંહ સોલંકી , કાંકરેજ 

    કાંકરેજ તાલુકા ના કમ્બોઈ ચાર રસ્તા પાસે પસાર થતી પાટણ ભીલડી રેલ્વે લાઇન પર એક વ્યક્તિ ચગદાયૉ .

      આજે સાંજે ભીલડી તરફ થી આવતી રેલવે કમ્બોઈ બનાસ નદી પાર કરતી હતી ત્યારે બાજુમાજ રહેતા વણજારા વિત્યાભાઈ જેઠાભાઈ ઉમર 40 ત્યાથી પસાર થતા હતા તેમજ તેમની માનસિક હાલત ઠીક ના હોવાથી પાછળ થી આવતી રેલ્વેને જોઈ નહી અને રેલ્વે નીચે એક પગ આવી જતા પગના ત્રણ ટુકડા થઈ ગયા હતા .

          ૧૦૮મા શિહોરી તાત્કાલિક પહોંચાડવામાં આવ્યા હતા પરંતુ ખૂબ લોહી વહી જવાના પાટણ ખાતે મોકલી દેવામા આવ્યા હતા .

     રેલ્વે પાયલોટ દ્વારા શિહોરી પોલીસ સ્ટેશને જાણ કરવામા આવી હતી .

કાંકરેજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..