Back

કુવાડવા પાસે બોલેરોનું ટાયર ફાટતાં રોડ પર ફેંકાઇ ગયેલા યુવાનનું સારવારમાં મૃત્યુ

કુવાડવા નજીક ક્રિષ્ના વોટર પાર્ક પાસે છ દિવસ પહેલા બોલેરો પીકઅપ વેનનું ટાયર ફાટતાં ઉપર બેઠેલો મુળ યુપીનો યુવાન ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

સંત કબીર રોડ પર રહેતો મુળ યુપીનો શિવપૂજન ઉર્ફ લાલો ઇનપાલભાઇ શુકલા (ઉ.૩૯) તા. ૭/૧૧ના રોજ ભરવાડ યુવાન સાથે રાજકોટથી બોલેરો પીકઅપ વેનમાં તલ ભરી બામણબોર તરફ ખાલી કરવા જતો હતો ત્યારે ક્રિષ્ના વોટર પાર્ક પાસે બોલેરોનું ટાયર ફાટતાં પલ્ટી મારી જતાં તે ઉપર બેઠો હોઇ રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગત રાતે તેમનું મૃત્યુ થતા તેમના  પરિવારમાં શોક છવાઇ ગયો હતો.મૃતક મુળ યુપીનો હતો અને અહિ રહી મજૂરી કરતો હતો.













રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..