Back

ટંકારા તાલુકાના વિરપર ગામે વરસાદ સાથે કરા પડતા ખેડૂતો મુશ્કેલીમાં

 હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અને આજે ટંકારા તાલુકાના વિરપર માં સાંજના સુમારે હવામાનમાં ઓચિંતો વરસાદ વરસવાનું શરુ થયો હતો અને ગ્રામ્ય પંથકમાં વરસાદ સાથે કરા પડતા ખેડૂતો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે  ચાલુ વર્ષે અતિ ભારે અને લાંબા ચોમાસાએ હજુ તો વિદાય લીધી ના લીધી ત્યારે ફરીથી રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. ૧૩ થી ૧૫ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી હતી જે સાચી પડી છે અને ટંકારા તાલુકાના વિરપર ગામે  સાંજે ધોધમાર વરસાદ શરુ થયો હતો એટલું જ નહિ  વરસાદ સાથે કરા પણ પડ્યા હતાતો અગાઉ માવઠા અને કમોસમી વરસાદથી આમેય ખેડૂત પરેશાન હતો અને ઉભા પાકોને ભારે નુકશાન થયું છે તો ફરીથી વરસાદ અને વરસાદ સાથે કરા પડતા હવે ખેડૂતો માથે દુખના ડુંગર ખડકાયા છ ગામોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..