Back

બાબરા તાલુકા તેમજ શહેરમા ભાજપ ના પ્રમુખ મહામંત્રીની નિમણુક કરાય - તાલુકા પ્રમુખ રિપીટ કરાયા તો શહેર પ્રમુખ તરીકે મુકેશભાઈ ખોખરીયાની નિમણુક કરાય

બાબરા તાલુકા ભાજપ ના પ્રમુખ તરીકે ફરીવાર રીપીટ થતા નિતીનભાઇ રાઠોડ  મહામંત્રી તરીકે મહેશભાઈ ભાયાણી અને  રાજુભાઈ વિરોજા  તો શહેર મા પ્રમુખ નો થયો ફેરફાર અગાવ ના પ્રમુખ લલિત આબલિયા ની જગ્યાએ માજી ધારાસભ્ય વાલજીભાઈ ખોખરીયા ના નાના ભાઈ મુકેશભાઈ ખોખરીયા ને પ્રમુખ તરીકે બેસાડવામાં આવ્યા છે .તો મહામંત્રી તરીકે બીપીનભાઈ રાદડીયા વસંતભાઈ તેરૈયા ની નિમણુંક કરાય હતી.શહેર અને તાલુકાના બને પ્રમુખો યુવાનો હોય અને લોકો ના કામો પણ હવે સહલાયે થશે તેવી પણ આશા લોકો માં બંધાણી છે.

તો બને યુવાન પ્રમુખો પણ સક્રિય છે.અને લોકો ના પુરા સંપર્ક માં રહેવા વાળા છે. અને લોકો ની કામ ની સમસ્યાઓ નો હલ કરી દે એવા છે.તો શહેર મહામંત્રી બીપીનભાઈ રાદડિયા પણ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને મોટા નેતા તરીકે શહેર તાલુકા માં નામના ધરાવે છે.તો શહેર ના બીજા નવા બનેલા યુવા મહામંત્રી વસંતભાઈ તૈરયા જે શહેર માં યુવાનો નું મોટું ગ્રુપ ધરાવે છે. અને પાલિકા તેમજ બેંકો માં પોતાની સેવા આપે છે.તો તાલુકાના મહામંત્રી મહેશભાઈ ભાયાણી પણ તાલુકામાં મોટી નામના ધરાવે છે. અને અડધી રાત્રે લોકો ની પડખે ઉભા રહી લોકો ને મદદ રુપ બને છે.તો તાલુકાના બીજા મહામંત્રી રાજુભાઇ વીરોજા પણ લોકો પર સારી પકડ ધરાવે છે અને લોકો ને મદદ રુપ પણ થાય છે.

આ બેઠકમાં અમરેલી જિલ્લાના પૂર્વ મંત્રી વિ વી વધાસીયા,જિલ્લાના મહામંત્રી રવુંભાઇ ખુમાણ, જિલ્લાના મહીલા મોરચા ના પ્રમુખ જયાબેન,ભુપેન્દ્રભાઈ બસીયા,ભુપતભાઇ બસીયા, જગદીશભાઈ નાકરાની, બહાદુરભાઈ બકોતરા, કિશોરભાઈ માધડ,લતાબેન ચુડાસમા,મુનાભાઈ મલકાણ, વિપુલભાઈ કાચેલા,સહિત ના બિ જે પી ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



રિપોર્ટર:-

કનુભાઈ પરમાર

બાબરા...

બાબરા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..