Back

નવાગામ તથા આજુબાજુ ના ગામો માં બપોર પછી સમયે હવામાનમાં અચાનક પલટો થતાં કમોસમી વરસાદ રવિ પાકને નુકસાન.

નવાગામ તથા આજુબાજુ ના ગામો માં બપોર પછી સમયે હવામાનમાં અચાનક પલટો થતાં કમોસમી વરસાદ રવિ પાકને નુકસાન. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ વાવાઝોડા સાથે વરસાદ પડતા લોકો ચિંતા માં .. પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકા ના નવાગામ , હરીપર , સરવાણીયા , છત્રર , ધુન ધોરાજી , ખીજળીયા ગામોમાં કરા સાથે વરસાદથી રાજમાર્ગો ભીના થયા હતા. ધોધમાર વરસાદ પડવાના કારણે રવિ પાકને મોટા પ્રમાણમાં નુકશાન થયું હોવાનો અંદાજ છે. આ ઉપરાંત વરસાદથી કપાસ , મગફળી ના પાકને સીધી અસર થઇ છે, આ અગાઉ ગયા પખવાડિયે પણ કમોસમી વરસાદ થતા પાકને મોટાપ્રમાણમાં નુકશાન થયું હતું. કહિ શકાય છે જે હાલ મગફળી પાથરે પડી હતી ત્યાં કમોસમી વરસાદ થતાં ના પાક માં નુકસાન જોવા મળી છે. કે ખેડુત મોઠે આવેલો કોરીયો કુદરતે છીનવી લીધો છે. જેના લીધે જગત નો તાત ચિંતામાં મુકાઈ ગયો છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં માવઠુ થશે તેવી કરેલી આગાહી સાચી પડી છે તસવીર / અહેવાલ :- હર્ષલ ખંધેડિયા - નવાગામ 9537244350