Back

ઉમંગ ઉત્સવ-૧૯ માં ભાગ લેવા ઇચ્છુક દિવ્યાંગ બાળ કલાકાર જોગ

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરઆયોજિત પ્રદેશ કક્ષાની ઉમંગ ઉત્સવ સ્પર્ધાનું આયોજન આગામી માસમાં આણંદ ખાતે થવાનું છે.  સ્પર્ધામાં સંગીત, નૃત્ય, નાટ્ય તથા સાહિત્ય ની સ્પર્ધા કરાશે. સ્પર્ધામાં ૭ થી ૧૨ વર્ષ અને માનસિક અસ્થિર બાળકો ૭ થી ૧૫ વર્ષ સુધીના કલાકારો ભાગ લઇ શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા કલાકારોએ પ્રવેશપત્રો નિયત નમૂનામાં સંપૂર્ણ વિગત સાથે તા. ૫/૧૨/૨૦૧૯ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે પહોંચતા કરવાના રહેશે.તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..