Back

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમમાં માં નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે

મહેસાણા ખાતે ૧૬ નવેમ્બર ૨૦૧૯ના રોજ સાંજે ૦૪-૩૦ કલાકે વિમલ પાર્ટી પ્લોટ,મોઢેરા ચાર રસ્તા મહેસાણા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ યોજાનાર છે. આગામી ૦૩ થી ૦૫ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ યોજાનાર છે. જે અંતર્ગત મહેસાણા ખાતે પ્રમોશન કાર્યક્રમ યોજાનાર છે.જેનો મુખ્ય હેતુ એકબીજા સાથે નેટવર્કિગ દ્વારા વેપાર-ઉધોગમાં પરસ્પર ઉપયોગી થવું,સમાજમાં નવા ઉધોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવુ,શિક્ષિત અને દીક્ષિત યુવાનોને સન્માન સાથે રોજગારીની તકો પુરી પાડવામાં ઉપયોગી થવું સહિતના ઉદ્દેશો સાથે પ્રમોશનલ કાર્યક્રમ યોજાનાર છે.જેમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના મણીભાઇ પટેલ, સહિત ટીમ સરદારધામ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહેનાર છે.

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..