Back

મહેસાણામાં બાળ દિવસની ઉજવણી કરાઇ

સ્લમ વિસ્તારના બાળકોને નિવાસી અધિક કલેકટરના હસ્તે કીટ અપાઇ

મહેસાણામાં બાળ દિવસની ઉજવણી જિલ્લા કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલ ખાતે કરાઇ હતી.બાળ દિવસ ઉત્સવનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોના મહત્વને દર્શાવે છે. સાથે જ આ દિવસે બાળ અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે. મહેસાણામાં બાળ દિન નિમિત્તે ચાઇલ્ડ લાઇન દ્વારા સ્લમ વિસ્તારના જરૂરીયાતમંદ બાળકો સાથે બાળ દિવસની ઉજવણી કરાઇ હતી

 વિડીયો કોન્ફન્સ હોલ કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ દ્વારા બાળકો સાથે કેક કાપી બાળકોને સ્કુલ બેગ,ચોપડા,પેન્સીલ,નોટબુક,સૂકો મેવો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત કરૂણા સેતુ ટ્રસ્ટ દ્વારા બાળકોને કીટ અર્પણ કરાઇ હતી

સમગ્ર દેશમાં ૧૪ નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવે છે. બાળ દિવસના દિવસે બાળકોને ગિફ્ટ્સ આપવામાં આવે છે. બાળ દિવસે ઉત્સવોનું આયોજન દેશના ભવિષ્યના નિર્માણમાં બાળકોનું મહત્વ દર્શાવે છે. આ સાથે જ આ દિવસે બાળકોના અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવામાં આવે છે. આ ખૂબ જ જરૂરી છે કે, બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ અને સંસ્કાર મળે, કારણ કે, બાળકો જ દેશનું ભવિષ્ય છે.

 સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચાઇલ્ડ લાઇન સેન્ટર કો-ઓર્ડિનેટર મહેન્દ્ર સાધુ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.કાર્યક્રમમાં સી.ડબલ્યુસી ના મુકેશભાઇ પટેલ,સભ્ય વિષ્ણુંભાઇ,આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકી,બાળ સુરક્ષા એકમના ખીમજીભાઇ વાણીયા,કરૂણા સેતુ ટ્રસ્ટના ટ્રસ્ટ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..