Back

ધોરાજીમાં જોરદાર પવન સાથે ધોધમાર વરસાદ પડવાથી ખેડૂતોના પાકને થયું ભારે નુકસાન.

ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ પડતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. ધોરાજી શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે આજે અચાનક હવામાનમાં પલટાની સાથે ધોધમાર વરસાદ પડતા ધોરાજીના માર્ગો પર પાણી પાણી જોવા મળ્યું હતું. જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. તો બીજી તરફ ધોરાજીના છત્રાસા ગામમાં કરા સાથે વરસાદ પડયો હતો. ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. તેમ છતા ધોરાજી પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના કપાસ મગફળીના તમામ પાકમાં વ્યાપક નુકશાનની થઈ હતી અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ખેડૂતોનો ૧૦૦% પાક નિષ્ફળ ગયો છે. અને ધરતીપુત્રો દ્વારા સરકાર તેમના નુકશાનીનું વળતર ચુકવે અને લીલો દુકાળ જાહેર કરે તેવી માંગ કરવામાં આવી છે.

ધોરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..