Back

મોરબીમાં સંગમ વોટરપાર્ક અને રેસ્ટોરન્ટનો શુભારંભ: સાંજે ફ્રી એન્ટ્રી

મોરબીવાસીઓ માટે ખુશખબર સંગમ વોટરપાર્ક અને રેસ્ટોરન્ટનો શુભારંભ કરવામાં આવેલ છે.

(પ્રમોશનલ આર્ટીકલ) મોરબીના રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ પાસે સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટ ખુલ્લું મુકવામાં  આવ્યું છે. સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટમાં બનાવવામાં આવેલા સ્વીમીંગ પુલમાં હાઈફાઈ કેટેગરીનો વોટર રિસોર્ટ બનાવવામાં આવ્યો છે. જેમાં સવારે ૧૦ વાગ્યાથી એન્ટ્રી આપવામાં આવશે અને માત્ર ૩૫૦ રૂપિયામાં પેન્ડુંલમ, કપલ ટ્યુબ રાઇડ્સ, સિંગલ ટ્યુબ રાઇડ્સ, મલ્ટી લેન્ડ, મલ્ટીપર્પસ કિડ્સ પ્લે, અમ્રેલા, કિડ્સ રાઇડ્સ જેવી આધુનિક રાઇડ્સની મજા માણવા ઉપરાંત બપોરના ભોજનનો પણ એટલા જ ખર્ચમાં સમાવેશ થાય છે. ઉપરાંત અહીં રેસ્ટોરન્ટ, વિશાળ ગાર્ડન, રૂમ સહિતની સુવિધાઓ છે. અહીંના રેસ્ટોરન્ટમાં બપોરના સમયે સ્વાદિષ્ટ લંચ પણ મળશે. સાથો સાથ સાંજના સમયે ચટાકેદાર ડિનર પણ ઉપલબ્ધ થશે. સાંજના સમયે ભોજન માટે આવતા લોકોને અહીં વિનામુલ્યે પ્રવેશ મળશે. જો કે, સાંજના સમયે સ્વીમીંગ પુલમાં તમામ રાઈટ્સ બંધ રાખવામાં આવશે. પરંતુ અહીના આહલાદક લોકેશનમાં જમવાનો લ્હાવો લોકોને અચૂકપણે મળશે.

તે ઉપરાંત સ્વાદપ્રેમી જનતા માટે સાંજે છ વાગ્યા બાદ ફ્રી એન્ટ્રી રહેશે. અને ખાલી ભોજનનો સ્વાદ માણવા આવનાર ગ્રાહકોને સંગમ રેસ્ટોરન્ટમાં શુદ્ધ કાઠિયાવાડી ભોજન મળશે. જેમાં વનાળીયાના ફેમસ સુરતી રીંગણાનો ઓળો, માટલા ઊંધિયું, રોટલા, દહીં, માખણ, વઘારેલી ખીચડી-કઢી તેમજ અન્ય દેશી વાનગી પીરસવામાં આવશે તો સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન ફૂડ અને કોલ્ડ્રીંકસ તો છે જ. સંગમ વોટરપાર્ક એન્ડ રિસોર્ટના શ્રેષ્ઠ લોકેશનમાં સગાઈ, લગ્ન, બર્થડે પાર્ટી તેમજ મીટીંગ સહિતના આયોજનો પણ થઈ શકે છે. જેના માટે અહીં તમામ પ્રકારની સુવિધા પણ ઉપલબ્ધ છે. વધુમાં અહીંની સર્વિસ પણ ખુબ સરાહનીય છે. સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટમાં વિશાળ ગાર્ડન, રૂમ સહિતની સુવિધાઓ હોવાથી શુભ પ્રસંગો જેવા કે સગાઇ, રીંગ સેરેમની, બર્થડે પાર્ટી તેમજ કંપની મીટીંગ, ડીલર મીટીંગ માટે પણ આ સ્થળ આગામી દિવસોમાં લોકોની પ્રથમ પસંદગી બની રહેનાર છે  સંગમ વોટર પાર્ક એન્ડ રેસ્ટોરન્ટની વધુ વિગત માટે ૯૩૧૬૫ ૩૬૪૫૪, ૯૩૧૬૫ ૩૬૭૧૬ ઉપર સંપર્ક કરી શકાશે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..