Back

અનુસુચિત જાતિના યુવક અને યુવતીઓ માટે લોકનૃત્યની તાલીમ શિબિર યોજાશે..

અનુસુચિત જાતિના ૧૪ થી ૩૫ વર્ષનાં કલાકારોની યુવક અને યુવતીઓ માટે લોકનૃત્યની તાલીમ શિબિર

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગરઆયોજિત પ્રદેશ કક્ષાની અનુસુચિત જાતિના કલાકારોની લોકનૃત્ય તાલીમ શિબિરનું આયોજન આગામી માસમાં જામનગર ખાતે થવાનું છે.શિબિરમાં૧૪ થી ૩૫ વર્ષનાં યુવા કલાકારો ભાગ લઇ શકશે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છતા કલાકારોએ કચેરી ખાતેસાદા કાગળમાંપાસપોર્ટ સાઈઝ ફોટો, નામ, સરનામું, સંપર્ક નંબર, કલાક્ષેત્રે કરેલ કામગીરીની સંક્ષિપ્તમાં માહિતી આપી અરજીમાં  સંપૂર્ણ વિગત સાથે તા. ૧૫/૧૨/૨૦૧૯ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, રૂમ નં.૨૫૭, બીજો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ખાતે  પહોંચતી કરવાની રહેશે.તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબીની યાદીમાં જણાવેલ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..