Back

પાટણ નગરપાલિકા દ્રારા વોર્ડ નંબર 4/5 નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો .

પ્રહલાદ વ્યાસ. પાટણ.


 પાટણ નગરપાલિકા દ્રારા ગુરુકુલ હાઈસ્કૂલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

 પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4/5 ના વિસ્તારનો સેવાસેતુ કાર્યક્રમ ગુરુકુલ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો આ સેવાસેતુ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓનો વિનામૂલ્યે લાભ જનતાએ લીધો હતો. જેવી કે આધારકાર્ડ. આવકના દાખલા. રેશનકાર્ડ. માં અમૃતમ કાર્ડ. આરોગ્ય તેમજ અલગ અલગ યોજનાઓ નો એકજ જગ્યાએ તેજ દિવસે લોકોને સેવાઓ નો લાભ લીધો હતો.

વોર્ડ નંબર 4/5 ના વિસ્તાર ના લોકોએ આ સેવાસેતુ કાર્યક્રમ નો લાભ લેવા લોકો માં ખુબજ મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી હતી.  

આ સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ દ્વારા લોકોને સમજણ આપી  ખુબજ સારી રીતે સેવા પૂરી પાડી હતી.

સેવાસેતુ કાર્યક્રમનો ખુબજ મોટી સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. લોકો એ સરકારશ્રી ના સેવાસેતુ  કાર્યક્રમને ખુબજ  આવકાર્યો હતો.


 પ્રહલાદ વ્યાસ. પાટણ.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..