Back

વઘઇ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યું

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

રમત- ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગ્રંથાલય ખાતું ,ગુજરાત સરકાર પ્રેરિત રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ ની ઉજવણી તા.14 નવેમ્બર 20 નવે.સુધી રાખવામાં આવી છે જેમાં વઘઇ તાલુકાના લોકો વધુમાં વધુ સંખ્યા આવી આવી સરસ મજા ની જીવન ઉપયોગી અને પ્રેરણાદાયી રાષ્ટ્રીય ગ્રન્થ સપ્તાહ ઉજવણીનું લાભ લેવા સરકારી પુસ્તકાલય વઘઇ દ્વારા આહવાન કરવામાં આવ્યું આપ સહુને નિમંત્રણ છે

ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે આવેલ તાલુકાના વઘઇ સરકારી પુસ્તકાલયમાં આજ રોજ મહાત્મા ગાંધીજી ના સાહિત્ય પુસ્તકોની પ્રદર્શની યોજવામાં આવી હતી જેમાં વઘઇ આઇ. ટી.આઈ.ના શિક્ષકગણ સ્ટાફ શિક્ષિકાઓ શ્રી હીનાબેન તેમજ વિમળાબેન તેમજ આશરે 60 વિધાર્થીઓ ઉપસ્થિત રહી મહાત્મા ગાંધી સાહિત્ય ના પુસ્તકો નિહાળી મહાત્મા ગાંધીજી જીવન કાર્યકાલ વિષય પર સરકારી તાલુકા પુસ્તકાલય ના ગ્રંથાલય ક્લાર્ક દયારામભાઈ લાડ વિસ્તૃત સમજ આપી માહિતગાર કર્યા હતાં તેમજ આવતીકાલે 16 તા. પરીક્ષાલક્ષી પેપર લેખન પુસ્તકો ની પ્રદર્શની અને 19 તારીખે નિબંધ સ્પર્ધા - વિષય - તેમજ સ્વચ્છતાં અભિયાન અંગે નું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે છેલ્લે 20 મીએ રંગોળી સ્પર્ધા પાણી બચાવો વિષય પર વિસ્તૃત જાણકારી આપવામાં આવશે

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..