Back

સહેલાણી અભ્યાસુઓ માટે ખજાનો બનતું જિલ્લાનું વઘઈ ગાર્ડન - મદન વૈષ્ણવ ડાંગ

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ઔષધીય જ્ઞાનની સાથે સાથે માનસિક શાંતિ બક્ષતું નયન રમ્ય ગાર્ડન અનેક સહેલાણીઓને આકર્ષી રહ્યું છે.
ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ ખાતે આવેલા બોટાનિકલ ગાર્ડન દેશ-વિદેશના સહેલાણીઓ સહિત અભ્યાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે .જેમાં સંજીવની ઔષધિ યોજના પાંચ ભાગોમાં ઉદ્યાન વહેંચવામાં આવ્યું છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા વઘઈ બોટાનિકલ ગાર્ડન ની સ્થાપના તા .1-5-1996 જંગલ કપાર્ટમેન્ટ નંબર 318 માં 24.00હેકટર(600એકર)માં વિકસાવવામાં આવ્યું છે .ચેમ્પિયન અને સેટના વર્ગીકરણ મુજબ ભારતના વાવ ના પ્રકાર નું પ્રતિનિધિત્વ કરતાં જુદા જુદા પાંચ ભાગોમાં ઉદ્યાનને વહેચવામાં આવયુ છે. જેમા સદાહરીત જંગલમં કેલોફાયલમ ,મેસુઆ,આટૉકારપસની 328 જાતો આવેલા છે. ભેજવાળા પાનખર જંગલ માં લેગસૅ ટૉમીયા ,શોરીયા, ટેક્ટોનિક,ડીલેનીયા, અલબીમીયા, વગેરે વનસ્પતિઓનો 323 જાતો આવેલું છે. સુકુ પાનખર જંગલ વિભાગમાં ટર્મિનેલીયા, એનોગાઈસીસ, ડાયોસપાયરોસની 42 જાતની વનસ્પતિ રાખવામાં આવી છે. સ્કૂબ અને કાંટાળુ જંગલ જેમાં અકેશીયા, પુયોલૉયા ની 101 જેટલી વનસ્પતિ ની જાતો જોવા મળે છે.
રણ પ્રદેશના જંગલમાં કેપરીસ,ટમચીસ્,ટેકોમેલો યુફોરબીયા, પરેનીપલઘાસી વગેરે દુર્લભ વનસ્પતિનો ખજાનો જોવા મળેછે. ઉપરાંત બોટાનિકલ ગાર્ડનમાં આયુવૅદ યૂનાની હોમીઓપેથી માં વપરાતી દવાઓ ને લગતી 257 જાતની વનસ્પતિઓ ઉપલબ્ધ છે. ડાંગ જિલ્લાના જંગલોમાં મળતી 468 કેટલીક વનસ્પતિઓ અહીં ઉપલબ્ધ કરાવાઈ છે. વર્ષ 2011માં આંતરરાષ્ટ્રીય વન વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનો દ્વારા બોટાનિકલ ગાર્ડનમાં 2000માં આરોગ્ય વનનું નિર્માણ મુખ્ય વન સંરક્ષક વલસાડ વતૃળ ના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ભાગ વન વિભાગ દ્વારા યોગ્ય વન ભગત નું નિર્માણ કરાયું છે.
બોટાનિકલ ગાર્ડનમાં ખાસ કરીને સ્થાનિક ત્રણ જુદી જુદી જાતની વનસ્પતિઓ અને તેના આરોગ્ય સંબંધી ઉપયોગની જાણકારી મળે તેવી વનૌષધિ ની સ્થળ પર જ ઓળખ ઉછેર અને આરોગ્ય સંબંધી ઉપયોગની જાણકારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે મુલાકાતીઓ સામાન્ય પ્રજાજનો તેમજ શૈક્ષણિક અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સહિત બોટાનિકલ ગાર્ડન વાર્ષિક બે લાખ ૪૦ હજારથી વધુ મુલાકાતીઓ યે મુલાકાત લીધી છે. તદુપરાંત ઉદ્યાનની મુલાકાતે આવનાર પ્રવાસી સ્થળ પર જ વનસ્પતિની કુદરતી ઓળખવુ છે અને ઉપયોગ સંબંધી હર્બ સૂપ અને વૃક્ષ ના મુખ્ય ત્રણ સેક્સન વિભાજિત કરાયા છે જેમાં હબૅના 25 બ્લોકમાં 93 ઔષધિ ની જાતી સૂપ ના 22 બ્લોકમાં ૭૯ ઔષધ ની જાતો જ્યારે વૃક્ષના 14 બ્લોક મા 56 વનસ્પતિઓ મળી કુલ 228 વનસ્પતિઓનો દરેક જુદા જુદા વનસ્પતિઓના ક્યારામાં ઉછેર કરી માહિતીસભર બોર્ડ મૂકવામાં આવ્યા છે .
હાલ ડાંગ જિલ્લામાં બોટાનિકલ ગાર્ડન દેશ-દુનિયાના અભ્યાસુ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે ,તેમજ તેની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે .દક્ષિણ વનવિભાગના એ.સી.એફ પ્રતીક પંડ્યા આ સમગ્ર બોટાનિકલ ઉદ્યાન સંચાલન કરે છે. તેઓની દીર્ઘદ્રષ્ટિ ના કારણે ધ્યાનમાં સ્વચ્છતા હરિયાળી સૌન્દર્ય સભર વાતાવરણ બન્યું છે.

બોટાનિકલ ગાર્ડનમાં બનેલા વિવિધ ઔષધિઓ વનસ્પતિઓ કેક્ટસ ની જાતોમાં વિભાગો મુલાકાતીઓને ઔષધીય વારસો જાળવી રાખે છે સાથે સાથે નયન રમ્ય ગાર્ડન મુલાકાતીઓને માનસિક શાંતિ પૂરી પાડે છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..