Back

ડાંગમાં વાતાવરણમાં પલટો વહેલી સવારે ધુમ્મસ છવાયું

ધુમ્મસ એવુ છવાયું કે  દસ ફૂટના અંતરે કંઈ પણ કંઇ જ નજરે પડતું ન હતુ.
 વાહનચાલકોએ હેડ લાઇટ ચાલુ કરીને વાહન હંકારવા ની ફરજ પડી.
 
ગિરીમથક સાપુતારા, આહવા,વધઈ સહિત સમગ્ર ડાંગમાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસ જમાવટ કરી હતી. દસ ફૂટના અંતરે કંઈ પણ ન જોઈ શકાય એ રીતે ધુમ્મસ જોવા મળ્યું હતું. જેના પગલે વાહન વ્યવહારને અસર પડી હતી સવારે પણ વાહન ચાલકો એ હેડ લાઈટ  ચાલુ કરીને વાહન હંકારવા ની ફરજ પડી હતી નવ વાગ્યા સુધી આ જ પ્રકારે વાતાવરણ રહ્યું હતું. ત્યાં સુધી સૂરજને પણ સ્પષ્ટ પણે જોઈ શકાતો ન હતો .ત્યારે મકાનના ધાબા છાપરા અને ગાડીઓ પર ઝાકળના બિંદુઓ ટપકતા જોવા મળ્યા હતા. શિયાળો જામે રહ્યાનો અહેસાસ લોકોને થયો હતો.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..