Back

ડાંગમાં પરંપરાગત ડોગરદેવના તહેવારની ભવ્ય ઉજવણી

મદન વૈષ્ણવ ડાંગ

આદિવાસીઓ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ગઢ ની પૂજા કરે

આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર ડોગરદેવ ઠેરઠેર ખૂબ જ સન્માન અને પારંપરિક રીત રીવાજો સાથે મનવાઈ રહ્યો છે. ડાંગ માં કનસયૉગઢ ,કવડયાગઢ,નડગયાગઢ,રૂપ ગઢ વગેરે સ્થળોએ આદિવાસી લોકો પોતાના પરિવારમાં સુખ-શાંતિ તથા બરકત માટે ગઢને પૂજવા માટે જાય છે. પ્રથમ તો દેવની સ્થાપના પોતાના ગામમાં જ કરે છે અને ત્યાં આઠ દિવસ ની તપસ્યા બાદ તેઓ આખા ફળ ટીમ સાથે ગઢ પર જાય છે.
                ચોમાસા ની ખેતી ની કાપણી કરી અનાજ ઘરમાં લાવતા પહેલા આદિવાસી પરિવારના ઘરમાં સુખ-શાંતિ બરકત(પુરતુ અન્ન પાણી) રહે તે માટે ડુંગર દેવની સ્થાપના કરે છે .આઠ દિવસ સુધી આ દેવમાં સામેલ થયેલા યુવાનો પુરુષો આઠ દિવસ દેવના સ્થળ પર ઉઘે છે પોતાના ઘરે કે પત્ની પાસે ઉધતા નથી અને ઘરનું જમતા પણ નથી .આખા ફડના સભ્યો કે જેઓ ને દેવ કહેવામાં આવે છે .તેઓ તમામ આઠ દિવસ સુધી ગામેગામ ફરી પાવરી,ટાપરી તથા વાધૅ ના તાલે નાચે છે અને ઘરેથી અનાજ ,કઠોળ, તેલ, મીઠું, મરચું વગેરે એકઠા કરે છે .ત્યાર બાદ પોતાના ગામે દેવની સ્થાપના પાસે આવીતયાં જાતે તમામ દેવો ભોજન બનાવી જમે છે .
           આઠદિવસ બાદ નજીકમાં આવેલા અથવા જ્યાં માનતા રાખી હોય તે ગઢ પર તમામ દેવો સાથે મરઘા, બકરા વગેરે લઈ જાય ત્યાં વિવિધ ગામોમાંથી આવેલા દેવોના વારાફરતી પોતાનું પર્ફોમન્સ કરી પાવરકર,ટાપરા,નીશાનકર,ભગત વગેરે સાથે તમામ દેવો પારપારીક નાચગાન  કરે છે .આખા દિવસ દરમ્યાન નૃત્યુ ચાલે છે અનેતે ગઢ પાસે નજીકમાં જ ખળી બનાવી રોકાય છે .રાત્રે નવ વાગ્યા પછી ગઢ પર ચડે અને ત્યાં દરેક ફડમાં એક ભગત હોય છે તે પોતાની વિદ્યા બોલીને દેવને રિઝવે છે .આમ દરેક ગામમાંથી આવેલા દેવો અને તેમના ભગતો આખી રાત દેવ પાસે વિનંતી કરે છે ,પૂજા કરે છે .ત્યારબાદ મરઘા, બકરાની બલી ચઢાવવામાં આવે છે .