Back

અરવલ્લી :શામળાજી પી. એસ. આઇ. ને સસ્પેન્ડ કરવામાં આવ્યા

અહેવાલ  

સ્ટેટ મોનિટરીંગ સેલ, ગાંધીનગર દ્રારા તાજેતરમાં શામળાજી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી. જેમાં અગાઉ સસ્પેન્ડ થયેલ કોન્સ્ટેબલના ઘરમાંથી 2.46 લાખનો દારૂ ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ હતી. જેની કાર્યવાહીના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનના પીએસઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોતાના હદ વિસ્તારમાંથી ગાંધીનગર સ્ટેટ સેલે દારૂ ઝડપી લેતા પીએસઆઇ ક્લિનબોલ્ડ થયા છે.

અરવલ્લી જીલ્લાના શામળાજી પંથકના પહાડિયા ગામે ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરી હતી. જેમાં અગાઉ સસ્પેન્ડ થયેલ પોલીસ કોન્સ્ટેબલ પ્રભુદાસ ડોડીયારના ઘરે તપાસ કરતા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો હતો. સસ્પેન્ડ થયેલ કોન્સ્ટેબલના ઘરેથી 2.46 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો હતો. આથી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી પોલીસ બેડામાં ઘટનાને લઇ ચકચાર મચી છે.


સુત્રો ને આધારે જાણવા મળ્યું  કે, સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂ ઝડપી લીધા બાદ શામળાજી પોલીસના પી.એસ.આઇ વિરૂધ્ધ પણ ગાજ પડી છે. ગૃહ વિભાગે શામળાજી પોલીસના પી.એસ.આઇ એસ.એચ.શર્માને સસ્પેન્ડ કર્યા છે. અગાઉ ઝડપાયેલ દારૂમાં ફરજની બેકાળજી સહિતના કારણોને ધ્યાને લઇ પી.એસ.આઇને સસ્પેન્ડ કરતા જીલ્લા પોલીસ આલમમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનિય છે કે, અરવલ્લી જીલ્લા પોલીસમાં ઘટનાને લઇ દારૂ સામે કાર્યવાહી કરવામાં સર્તકતા વધશે.


માલપુર : હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..