Back

નેત્રંગ : અયોધ્યા ના ઐતિહાસિક ચુકાદાને દીપમાલા કરી આવકર્યો

રિપોર્ટર, નેત્રંગ

પટેલ બ્રિજેશ બી.
૭૪૯૦૯ ૫૩૯૦૯

અયોધ્યા ના ઐતિહાસિક ચુકાદાને નેત્રંગના ગ્રામજનોએ પણ ઉત્સાહભેર આવકારી આનંદ વ્યક્ત કર્યો.  

સમૂહમાં હનુમાન ચાલીસા ના પાથ પણ બધી બહેનો દ્વારા કરવામાં આવ્યા હતા.

સુપ્રિમ કોર્ટે જે ૦૯-૧૧-૨૦૧૯ ને શનિવાર ના રોજ જે અયોધ્યા રામ મંદિર મુદ્દે આપેલા ઐતિહાસિક ચુકાદાને નેત્રંગ ખાતે વધાવી લવાયો.

સત્યનો સાક્ષાત્કાર થયો હોય એમ આ ઐતિહાસિક ચુકાદાના વધામણાં કરવા માટે આજ રોજ નેત્રંગ ગામના જીનાબજાર, ગાંધી બજાર,જવાહર બજાર આમ દરેક વિસ્તાર ની  ૫૦ થી વધુ બહેનો તેમજ ધર્મજાગરણ ના હોદેદારોએ નેત્રંગ ના જીનાબજાર વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર ખાતે એકત્રિત થઈ અને દીપમાલા દ્વારા જય શ્રી રામ મંત્ર અંકિત કર્યો હતો. અને દરેક બહેનોએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવીને સમૂહમાં હનુમાન ચાલીસા કરી આ ચુકાદાને આવકર્યો હતો. 

નેત્રંગ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..