Back

નકસલી વિસ્તારમાંથી આરોપીને પકડી લાવનાર રાજકોટ તાલુકા પોલીસની ટીમનું સન્માન કરતો ક્ષત્રિય સમાજ

રાજકોટઃ તાલુકા પોલીસ મથકની ટીમે પી.આઇ. વી.એસ. વણઝારાની સુચના અન્વયે ચોક્કસ માહિતી પરથી અપહરણ, બળાત્કાર, પોકસોના આરોપીને શોધવા ઓરિસ્સાના નકસલી એરિયાના જંગલ વિસ્તારમાં પહોંચી દસેક દિવસની મહેનતને અંતે વેશપલ્ટો કરી આરોપી ગુલશન ઉર્ફ ગલીયાતને પકડી લીધો હતો. આ ટીમના એએસઆઇ આર.બી. જાડેજા, હર્ષદસિંહ ચુડાસમા, અજીતસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, કિરણ બાલાસરા, મહેશ સેગલીયા સહિતનું ક્ષત્રિય સમાજે સન્માન કર્યુ હતું.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..