Back

પોઈચા કિનારે વિધિ કરાવવા આવેલા સુરતના ત્રણ યુવાનોના મૃતદેહ ન મળતા પરિવાર માં ગમગીની

પોઈચા કિનારે વિધિ કરાવવા આવેલા સુરતના ત્રણ યુવાનોના મૃતદેહ ન મળતા પરિવાર માં ગમગીની



NDRF અને રાજપીપળા નગરપાલીકા ફાયર ટીમ દ્વારા શોધખોળ બાદ પણ મૃતદેહ ન મળ્યા



પોઈચા નર્મદા નદીમાં ડૂબેલા સુરતના જોષી પરિવાર ના 3 યુવાનો ના બીજા દિવસે પણ મૃતદેહ ન મળતા પરિવાર પર આફત



રાજપીપળા : જુનેદ ખત્રી


સુરત થી નારણબલી ની વિધિ કરાવવા પોઈચા નર્મદા ઘાટ પર આવેલા જોશી પરિવાર ના 3 યુવાન પુત્રો નદીમાં ડૂબી જતાં લાપતા થયા બાદ ત્રણેય ના મૃતદેહ હજુ પણ ન મળતા શોધખોળ જારી



પોઈચા નર્મદા કિનારે શનિવારે સુરત ના પાલનપુર જકાત નાકા પાસે આવેલ સરિતા દર્શન એપાર્ટમેન્ટ માં રહેતા જોશી દીપકભાઈ પરસોત્તમભાઈ અને એલ પી સવાણી પાસેની વાસુ પુજ્ય રેસિડેન્સી માં રહેતા તેમના ભાઈ સુરેશભાઈ પરસોત્તમભાઈ જોશીના મળી બંને પરિવારના 18 જેટલા સભ્યો સુરત થી નારાયણબલી ની વિધિ કરાવવા પોઈચા નર્મદા ઘાટે આવ્યા હતા તે પૈકી ત્રણ યુવાનો પવિત્ર નર્મદા કિનારે સ્નાન માટે ગયા જેમાં દીપક જોશી ના બે પુત્રો (૧)નિમેશભાઈ દીપકભાઈ જોશી (૨૮)અને તેનો નાનો ભાઈ વૈભવ જોશી (૨૫),સાથે કાકા સુરેશભાઈ નો દીકરો રવિ સુરેશભાઈ જોશી(૨૧) આમ ત્રણ ભાઈઓ સ્નાન કરવા ગયા ત્યાં પાણીમાં સ્નાન કરતા કરતા અચાનક આગળ ઊંડાણ વાળા ભાગમાં પહોંચી જતા પાણીમાં ગરકાવ થયા બાદ બુમરાણ મચાવી હતી ત્યારે પરિવારના સભ્યો બચાવવા દોડ્યા પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતા જેથી તત્કાલ સ્થાનિક તરવૈયાઓ એ આવી શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન લાગ્યો બાદમાં ફાયર ફાઈટર પણ આવ્યુ પરંતુ શિયાળાનો સમય હોય અંધારું થવાના કારણે રેસ્ક્યુ કરી શકાયું ન હોય રવિવારે સવાર થી NDRF અને રાજપીપળા નગર પાલિકા ની ફાયર ટિમેં મથામણ કરી હતી છતાં સાંજ સુધી ત્રણેય માંથી એક પણ યુવાનનો મૃતદેહ મળ્યો ન હતો.

નાંદોદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..