Back

રાજકોટના થોરાળામાં થયેલા ખૂની હુમલામાં ઘવાયેલા યુવાનનાં પરિવારની સીએમના નિવાસે ઘરણાની ચીમકી

આરોપીઓને પોલીસ છાવરતી હોવાનો આક્ષેપ: ગુન્હાની તપાસ ડીસીબી અને એસઓજીને સોંપવા માંગણી

રાજકોટ શહેરમાં  દિવાળીના તહેવારો દરમ્યાન થોરાળામાં ખૂની હુમલામાં યુવાન ઘવાયો હતો. આ બનાવમાં આરોપીને પોલીસ છાવરતા હોય તેમજ આરોપીઓ ન પકડાય તો મુખ્યમંત્રીના નિવાસસ્થાને ધરણા કરવાની પરિવારે ચીમકી આપી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભાવનગર રોડ ન્યુ રામનગર શાળા નં.29 ની પાછળ રહેતા લીલાબેન દેવજીભાઈ ચાવડા ઉ.વ.54 નામનાં મહિલાએ પોલીસ કમિ. મનોજ અગ્રવાલને અરજી કરી હતી.

તેમાં જણાવ્યું હતું કે પંદર દિવસ પહેલા નણંદ ગંગાબેન કિશોરભાઈ ખીમસુરીયા જેઓ આંબેડકરના ગેઈટ પાસે ગોકુલપરામાં રહે છે. તેમના પુત્ર મનીષને પાડોશમાં રહેતા ગણપત સોલંકી સાથે માથાકુટ થઈ હતી જેથી પુત્ર ધીરજ સમજાવવા જતાં ભાવેશ નકુમ, વિજય પરમાર, સુરેશ બાબરીયા, અને મેહુલ સોલંકીએ ગણપત સોલંકીનું ઉપરાણુ લઈ ધમકી આપી ઘર પર પથ્થરમારો કર્યો હતો.

ત્યારબાદ પુત્ર ધીરજ ઘરે આવતાં થોરાળા મેઈનરોડ કુઈ આગળ ચોકમાં ઉભો હતો ત્યારે આરોપીએ ગળા પર છરી મારી દીધી હતી.
આ બનાવમાં પોલીસે ગુન્હો નોંધ્યો હતો.પરંતુ હત્યાનાં પ્રયાસની કલમનો ઉમેરો કર્યો નહોતો. પોલીસ આરોપીઓને છાવરે છે તેમજ આરોપીઓને ન પકડે તો મુખ્યમંત્રીના નિવાસસ્થાને ધરણાની ચીમકી આપી હતી તેમજ ગુન્હાની તપાસ ડીસીબી અથવા એસઓજીને સોંપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..