Back

પંચમહાલ-ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા શાંતિપુર્ણ માહોલમા યોજાઈ

પંચમહાલ.

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી




ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્રારા આયોજીત બિન સચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા આજે ગોધરા તેમજ હાલોલ સહિતના પરીક્ષા સેન્ટરો પર લેવાય હતી.ઉમેદવારો સવારથી જ સમયસર પોતાના પરીક્ષા સેન્ટરો પર આવી ગયા હતા.અને શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા યોજાઈ હતી.ગોધરા તેમજ હાલોલ સહિતના કુલ ૪૬ જેટલા પરીક્ષા સેન્ટરો સ્પધાર્ત્મક પરીક્ષા લેવાઇ હતી.પરીક્ષાને લઇને તંત્ર દ્રારા પણ પુરતી તૈયારી કરવામા આવી હતી,જેમા પરીક્ષા કેન્દ્રો સીસીટીવીની નિગરાનીમાં પરીક્ષા લેવામા આવી હતી.પરીક્ષાને લઇને પરીક્ષા સેન્ટરો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામા આવ્યો હતો.