Back

રાજકોટના બાર રૂમમાં ઇ-સ્ટેમ્પીંગ મશીનની વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત

રાજકોટ બાર એસો.માં હાલમાં રૂા.56 લાખ જેટલું ફંડ જમા છે. પરંતુ હાલમાં છેલ્લા દસ દિવસ ઉપરથી સ્ટેમ્પ પેપર બંધ થતાં વકીલોના ધંધામાં ખૂબ જ ખોટ પડી રહી છે અને વકીલાતનો અડધો સમય ઇ-સ્ટેમ્પીંગ કરાવવામાં ખર્ચ થાય છે.

તેમજ પક્ષકારોને પણ ઇ-સ્ટેમ્પીંગને કારણે ખૂબ જ વ્યથા અનુભવવી પડે છે. વકીલાતનાં વ્યવસાયમાં સમયની કિંમત જ જમા પાસુ છે. પરંતુ ઇ-સ્ટેમ્પીંગ આવતાં ઘણો જ સમય વ્યય થાય છે.

રાજકોટ બાર એસો.નાં રૂમમાં બારમાં પડે જમા ફંડનો ઉપયોગ કરી વકીલોનાં ધંધાના: વિકાસ માટે તથા વકીલોનાં સમયનો વ્યર્થ અટકાવવા માટે બારરૂમમાં ઇ-સ્ટેમ્પીંગ મશીન વસાવવું અનિવાર્ય છે. તો આ અંગે ત્વરીત યોગ્ય કાર્યવાહી કરવા એડવોકેટ નિરવકુમાર પંડયાએ બાર એસોસીએશનને રજુઆત કરી છે.


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..