Back

વેટની વેરા સમાધાન યોજના 1 માસ લંબાવાઈ

રાજયના વેપારીઓ માટે ખુબ જ મહત્વની એવી વેટ વેરા સમાધાન યોજનાને સરકારે વધુ એક માસ લંબાવી દીધી છે અને આ અંગેની સતાવાર જાહેરાત પણ રાજય સરકારનાં નાણા વિભાગે કરી દીધી છે.

અગાઉ આ વેરા સમાધાન યોજના તા.15-11 સુધીની રાખવામાં આવી હતી. હવે આ યોજનાને તા.15-12-2012 સુધી લંબાવી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં જયારે વેટ કાયદો અમલી હતો. ત્યારનાં જુદા જુદા વર્ષોનાં જુદા જુદા કેસો હેઠળ વેપારીઓને કરોડો રૂા.વેરા પેટે ભરવાનાં થતા હતા.

બાદમાં જી.એસ.ટી. કાયદો અમલી બન્યો. આથી વેટનાં બાકી વેરાનાં અસંખ્ય કેસો છેલ્લા કેટલાંક વર્ષોથી પેન્ડીંગ પડયા છે. રાજયભરમાં લગભગ આવા બાકીવેરાનાં 1 લાખ જેટલા કેસો છે અને તેમાં કરોડો રૂપિયાનું લેણુ છે.રાજકોટનાં જ ડીવીઝન 10 અને 11 માં બાકીવેરાનાં 10 હજારથી વધુ કેસો છે અને તેમાં કરોડો રૂા.નો બાકી વેરો છે. આ બાકી વેરાની વસુલાત માટે સરકારે વેરા સમાધાન યોજના તા.15-11 ના સુધી જાહેર કરી હતી તેમાં હવે ફરી એક માસની મુદત વધારી દેવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ યોજનાનાં બીજા તબકકામાં વેપારીઓને વધુમાં વધુ લાભ થાય તેવા સુધારા પણ સરકાર ટુંકમાં જાહેર કરનાર છે. ખાસ કરીને આંશીક ભરણુ વેરાની મુળ રકમ સામે મજરે આપવા સહીતનાં સુધારા જાહેર થવાની શકયતા છે.


રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..